
મમતા બેનર્જીની નજીકના સાયોની ઘોષે આપી પ્રતિક્રિયા અમે જમીન પર હાજર છીએ અને જમીન પર રહીશું ચૂંટણી પ્રચારમાં સાયોની ઘોષ મમતા બાદ મોટો ચહેરો હતો પશ્ચિમ બંગાળમાં ભાજપ પ્રચંડ જીત તરફ આગળ વધી રહ્યું છે. અત્યાર સુધીના ટ્રેન્ડ પ્રમાણે ભાજપ ૧૯૮ સીટ અને ટીએમસી આશરે ૯૦ સીટો પર આગળ ચાલી રહી છે. આ વચ્ચે ટીએમસી સાંસદ અને મમતા બેનર્જીની નજીકની સહયોગી સાયોની ઘોષના નિવેદને સ્પષ્ટ કરી દીધું કે તેમણે હાર સ્વીકાર કરી લીધી છે. એક્સ પોસ્ટમાં તેમણે કહ્યું કે અમે જમીન પર હાજર છીએ અને જમીન પર રહીશું. ટીએમસી સાંસદે લખ્યું- ‘ECI ના અંતિમ અપલોડની પ્રતીક્ષા છે. જાેય બાંગ્લા. આ ચૂંટણી પ્રચારમાં સાયોની ઘોષ મમતા બેનર્જી બાદ મોટો ચહેરો હતો. તે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર હુમલા કરી રહી હતી અને બંને નેતાઓને બાહરી નેતા ગણાવી રહી હતી. કોલકત્તામાં મતદાન કર્યા બાદ તેમણે કહ્યું હતું કે સફેદ સાડી અને ચપ્પલમાં મમતા બેનર્જી બંગાળની જનતા સાથે છે અને જનતા પણ મમતા દીદીની સાથે ચાલી રહી છે. તેમણે કહ્યું કે ભાજપના હાથમાંથી જમીન ખસકી ગઈ છે, મમતા બેનર્જી લડશે અને જીતશે.
જાેકે સાયોની ઘોષની ભવિષ્યવાણી ખોટી પડી છે અને ભાજપ ૨૦૦ સીટો પર આગળ છે. આ આંકડો મમતા બેનર્જી અને તેમની પાર્ટી ટીએમસી માટે ચિંતા વધારનારો છે. સૌથી ચર્ચા તે વાતની છે કે જે મુસ્લિમ મતોને ટીએમસી પોતાનો આધાર માનતી રહી છે, તે હવે ધરાશાયી થતો જાેવા મળી રહ્યો છે. ઘણા મુસ્લિમ વિસ્તારમાં ભાજપે લીડ મેળવી છે.
તેની પાછળ ઘણા કારણો હોઈ શકે છે. ટીએમસીને પહેલા આશંકા હતી કે જીૈંઇ ને કારણે મુસ્લિમ મત કપાતા નુકસાન થઈ શકે છે. તો આ ચૂંટણીમાં હિંદુ મતદાતા મોટી સંખ્યામાં ભાજપની તરફેણમાં આવતા જાેવા મળી રહ્યાં છે. કેટલીક સીટો પર કોંગ્રેસની હાજરીએ પણ ટીએમસીની વોટ બેંકને પ્રભાવિત કરી છે.
પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની સફળતા બાદ કાર્યકરોમાં ઉત્સાહ છે. રાજ્યમાં અલગ-અલગ જગ્યાએ કાર્યકર્તા ઉત્સાહ મનાવી રહ્યાં છે. કોલકત્તામાં ભાજપની ઓફિસ બહાર કમલા ભોગ તથા ઝાલમુડી અને મિઠાઈઓ વહેંચવામાં આવી રહી છે. સાથે બંગાળમાં જય શ્રીરામના નારા ગૂંજી રહ્યાં છે.





