
બેસ્ટોય જેલ, નોર્વેઃ નોર્વેના ઓસ્લોફજોર્ડમાં બેસ્ટોય આઈલેન્ડ પર બનેલી આ જેલ ઘણી ફેમસ છે. તેમાં સોથી વધુ કેદીઓ બંધ છે. આ જેલમાં કેદીઓને તમામ સુવિધાઓ મળે છે. આ સિવાય અહીં મનોરંજનના ઘણા સાધનો પણ છે. તેમાં ટેનિસ રમવાથી લઈને ઘોડેસવારી, માછીમારી અને સૂર્યસ્નાન કરવા સુધીની દરેક બાબતોનો સમાવેશ થાય છે. કેદીઓને જેલની અંદર નહીં પરંતુ કોટેજમાં રાખવામાં આવે છે. અહીં એટલા ઓછા સિક્યોરિટી ગાર્ડ છે કે કેદીઓને જેલનો અહેસાસ પણ થતો નથી.
HMP એડવેલ, સ્કોટલેન્ડ: આ જેલને લર્નિંગ જેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં બંધ કેદીઓને દર અઠવાડિયે ચાલીસ કલાક સુધી કોઈને કોઈ કૌશલ્ય શીખવવામાં આવે છે. જેમાં કેદીઓને સારી જિંદગી જીવવા અને જેલ છોડ્યા બાદ સારી કમાણી કરવાની તાલીમ આપવામાં આવે છે. અહીં સાતસોથી વધુ કેદીઓ બંધ છે. તે વિશ્વની શ્રેષ્ઠ જેલોમાંની એક માનવામાં આવે છે.