આખી દુનિયામાં ભૂતિયા સ્થળોની કોઈ કમી નથી. ઘણા ઘરો, કિલ્લાઓ, શેરીઓ અને કેટલાક ગામો ભૂતિયા માનવામાં આવે છે, પરંતુ ઇટલીમાં એક એવો ટાપુ છે જેને આખે આખો હોનટેડ માનવામાં આવે છે.
આ જગ્યા પર લાખો લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા, અને તેનું નામ છે ઇટલીનો પોવેગ્લિયા આઇલેન્ડ, જેને લોકો આઇલેન્ડ ઓફ ડેથ તરીકે ઓળખે છે. (Poveglia Island hauntings,)
એક સમયે ઇટાલીમાં બ્યુબોનિક પ્લેગ ફેલાયો હતો અને જે લોકો તેના ચેપથી સંક્રમિત થતા, તેમને આ આઇલેન્ડમાં રાખવામાં આવતા. આશરે 1.5 લાખ જેટલા લોકો આ ટાપુ પર આઇસોલેટેડ રહ્યા હતા. છેલ્લે જ્યારે આ રોગનો કોઈ ઈલાજ ન મળ્યો, ત્યારે તે 1.5 લાખ લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા. (most haunted place in Venice)
આ આઇલેન્ડ ઇટાલીના બે શહેરો, વેનિસ અને લિડો વચ્ચે આવેલો છે, અને કહેવાય છે કે વર્ષ 1922માં અહીં એક પાગલખાનું ખોલવામાં આવ્યું હતું, જ્યાં ડોકટરો ત્યાંના મેન્ટલ પેશન્ટ પર અજિબ પ્રયોગો કરતાં, અને અંતે એક દિવસ એ ડૉક્ટરનું રહસ્યમય મૃત્યુ થઈ ગયું. ત્યારબાદ આ ટાપુ એકદમ વિરાન થઈ ગયો.
કેહવાય છે કે થોડા વર્ષો પહેલા આ ટાપુના રિડેવલપમેન્ટનું કામ શરૂ થયું, પરંતુ લોકો ત્યાં જવાથી ડરે છે. કેટલાક લોકોનું માનવું છે કે સાંજ પડતાની સાથે આ આઇલેન્ડ પરથી ચીસો સાંભળાય છે.