
પેટ કમિન્સ આખી ટૂર્નામેન્ટમાંથી આઉટ ટી૨૦ વર્લ્ડ કપ પહેલા ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર પેટ કમિન્સ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જતા હવે ટીમમાં ફેરફાર જાેવા મળશે
T20 વર્લ્ડ કપ પહેલા ઓસ્ટ્રેલિયન ટીમને મોટો ઝટકો લાગ્યો છે. પેટ કમિન્સ ઈજાને કારણે આગામી ટી૨૦ વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. કમિન્સ પીઠની ઈજામાંથી હજુ સુધી સ્વસ્થ થયો નથી. એશિઝ શ્રેણીમાં પણ તે માત્ર એક જ ટેસ્ટ રમી શક્યો હતો. આ ઉપરાંત બેટ્સમેન મેથ્યુ શોર્ટને પણ બહાર કરવામાં આવ્યો છે.
પેટ કમિન્સ પાકિસ્તાન સામે ચાલી રહેલી T20 શ્રેણીમાં પણ રમી શક્યા નહોતો. તેને વર્લ્ડ કપ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, આશા હતી કે તે ૭ ફેબ્રુઆરી સુધીમાં સ્વસ્થ થઈ જશે. જાેકે, તેની પીઠની ઇજા મટી નહોતી અને તે ભારત અને શ્રીલંકામાં રમાનારી મુખ્ય ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કમિન્સના વિકલ્પ તરીકે Ben Dwarshuis સ્થાન આપવામાં આવ્યું છે. Ben Dwarshuis ડાબોડી ફાસ્ટ બોલર છે અને નીચેના ક્રમમાં પણ બેટિંગ કરી શકે છે.
Ben Dwarshuis અત્યાર સુધી ૧૩ T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ૫૦ વિકેટ લીધી છે. મેથ્યુ રેનશોને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.
રેનશોએ તાજેતરમાં પાકિસ્તાન સામે T20 ડેબ્યૂ કર્યું હતું. તે ઓપનર મેથ્યુ શોર્ટનું સ્થાન લેશે. આ બે સિવાય સ્ટીવ સ્મિથને વર્લ્ડ કપ ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. ઓસ્ટ્રેલિયાની ટીમ T20 વર્લ્ડ કપમાં તેની પહેલી મેચ ૧૧ ફેબ્રુઆરીએ કોલંબોમાં આયર્લેન્ડ સામે રમશે. ઓસ્ટ્રેલિયાને T20 વર્લ્ડ કપ ૨૦૨૬માં ગ્રુપ મ્માં રાખવામાં આવ્યું છે. આ ગ્રુપમાં ઓસ્ટ્રેલિયાની સાથે શ્રીલંકા, ઝિમ્બાબ્વે, આયર્લેન્ડ અને ઓમાનની ટીમો પણ છે.
T20 વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયાની અપડેટેડ ૧૫ સભ્યોની ટીમ : મિશેલ માર્શ (કેપ્ટન), ઝેવિયર બાર્ટલેટ, કૂપર કોનોલી, ટિમ ડેવિડ, બેન દ્વારશુઇસ, કેમેરોન ગ્રીન, નાથન એલિસ, જાેશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જાેશ ઇંગ્લિસ, મેથ્યુ કુહનેમેન, ગ્લેન મેક્સવેલ, મેથ્યુ રેનશો, માર્કસ સ્ટોઇનિસ અને એડમ ઝમ્પા.




