
ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ઉત્સાહ હવે વધી રહ્યો છે. ન્યુઝીલેન્ડની જીત બાદ ગ્રુપ A ના પોઈન્ટ ટેબલમાં ફેરફાર થયો છે. ગઈકાલે ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં, કિવી ટીમે શાનદાર વિજય મેળવીને સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. ન્યુઝીલેન્ડ સામેની હાર સાથે, બાંગ્લાદેશની ટીમ પણ સેમિફાઇનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે. આ ટુર્નામેન્ટમાં બાંગ્લાદેશનો આ સતત બીજો પરાજય હતો.
ન્યુઝીલેન્ડ સેમિફાઇનલમાં પહોંચ્યું
ન્યુઝીલેન્ડની ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં 2 મેચ રમી છે અને ટીમે બંને મેચોમાં મોટી સફળતા મેળવી છે. કિવી ટીમે પહેલી મેચમાં પાકિસ્તાનને અને બીજી મેચમાં બાંગ્લાદેશને હરાવ્યું હતું. બાંગ્લાદેશને હરાવીને, કિવી ટીમ સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. કિવી ટીમે પોઈન્ટ ટેબલમાં પણ ભારતને હરાવીને પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. ટીમ ઈન્ડિયા 2 જીત સાથે બીજા સ્થાને છે. રોહિત અને કંપનીએ સેમિફાઇનલ માટે પણ ક્વોલિફાય કર્યું છે. ગ્રુપ-એમાં બધી ટીમો વચ્ચે 2-2 મેચ રમાઈ છે.