દક્ષિણ આફ્રિકાના પૂર્વ ફાસ્ટ બોલર ડેલ સ્ટેને IPL 2025 પહેલા એક મોટી જાહેરાત કરી છે. સ્ટેનની આ જાહેરાત IPL ફ્રેન્ચાઇઝી સનરાઇઝર્સ હૈદરાબાદ માટે મોટો ઝટકો છે. વાસ્તવમાં, સ્ટેન ( Dale steyn ) છેલ્લા કેટલાક સમયથી હૈદરાબાદ સાથે બોલિંગ કોચ તરીકે કામ કરી રહ્યો હતો, પરંતુ તે IPL 2025માં બોલિંગ કોચ તરીકે ટીમની સાથે રહેશે નહીં. જોકે, સ્ટેઇને કહ્યું કે તે દક્ષિણ આફ્રિકામાં રમાનારી SA20માં સનરાઇઝર્સ ઇસ્ટર્ન કેપ સાથે જોડાયેલો રહેશે.
તમને જણાવી દઈએ કે સ્ટેઈન આઈપીએલ 2022થી બોલિંગ કોચ તરીકે હૈદરાબાદ સાથે જોડાયેલો હતો. હવે તે 2025માં ટીમ સાથે જોવા નહીં મળે. સ્ટેને X દ્વારા IPL 2025માં તેની અનુપલબ્ધતા વિશે માહિતી આપી હતી. જોકે, સ્ટેને એ સ્પષ્ટ કર્યું નથી કે શું તે ફ્રેન્ચાઈઝીને કાયમ માટે છોડી રહ્યો છે કે પછી તે 2025ની IPLમાં જ ટીમ સાથે રહેશે નહીં. અગાઉ, ઘણા અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે સ્ટેન હૈદરાબાદથી માત્ર એક સિઝન (IPL 2025) માટે રજા લેશે.
IPLમાં ચાર ટીમો માટે રમ્યા
તમને જણાવી દઈએ કે સ્ટેઈન આઈપીએલમાં ચાર ટીમો માટે ક્રિકેટ રમ્યો હતો જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, ગુજરાત લાયન્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ અને ડેક્કન ચાર્જર્સ સામેલ હતા. સ્ટેને તેની IPL કારકિર્દીની શરૂઆત RCB સાથે પ્રથમ સિઝનમાં કરી હતી.
આફ્રિકન પેસરે તેની IPL કરિયરમાં 95 મેચ રમી હતી. આ મેચોની 95 ઇનિંગ્સમાં બોલિંગ કરીને તેણે 25.85ની એવરેજથી 97 વિકેટ લીધી હતી.