
ટીમ ઈન્ડિયા રાજકોટમાં ઈંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ રમી રહી છે. રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં બંને ટીમો આમને-સામને છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવ્યો હતો. આ દરમિયાન ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCIએ એક મોટું અપડેટ આપ્યું છે. ટીમનો એક ખેલાડી આ ટેસ્ટ મેચમાંથી બહાર છે.
આ ખેલાડી ટીમ ઈન્ડિયાની બહાર હતો
ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરીઝની બીજી મેચમાં ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ 11નો ભાગ બનેલા ફાસ્ટ બોલર મુકેશ કુમાર ટીમની બહાર થઈ ગયા છે. બીસીસીઆઈએ સોશિયલ મીડિયા પર અપડેટ કર્યું છે કે રાજકોટમાં ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ માટે મુકેશ કુમારને ભારતીય ટીમમાંથી મુક્ત કરવામાં આવ્યો છે. હવે તે રણજી ટ્રોફીમાં તેની બંગાળ ટીમ સાથે જોડાશે અને રણજી ટ્રોફીની આગામી મેચ રમતા જોવા મળશે. જો કે, તે રાંચીમાં ટીમ ઈન્ડિયા સાથે જોડાશે જ્યાં શ્રેણીની ચોથી મેચ રમાશે.