
પ્રથમ હાફમાં સેનેગલએ ટક્કર આપી ફ્રાન્સે સેનેગલને ૩-૧થી હરાવ્યું, એમબાપ્પેએ પહેલી જ મેચમાં કર્યાે કમાલ ઇન્જરી ટાઇમમાં, સેનેગલના ઇબ્રાહિમ મ્બાયેએ ૯૦મી મિનિટે ગોલ કરીને ટીમની ખાધ ૨-૧ કરી દીધી ફિફા વર્લ્ડ કપ ૨૦૨૬ની ધમાકેદાર શરૂઆત થઈ ચૂકી છે. આ ટૂર્નામેન્ટમાં ફ્રાન્સનાસુપરસ્ટાર કાયલિયન એમબાપ્પે સહિતના દિગ્ગજ ખેલાડીઓની શાનદાર લાઇનઅપ જાેવા મળી રહી છે. ફ્રાન્સે સેનેગલ સામે જીત મેળવીને પોતાના અભિયાનની ધમાકેદાર શરૂઆત કરી છે. મજબૂત ફ્રેન્ચ ટીમે બીજા હાફમાં અદભુત પ્રભુત્વ જમાવતા સેનેગલને ૩-૧થી માત આપી હતી. આ મેચના અસલી હીરો કાયલિયન એમબાપ્પે રહ્યા હતા, જેમણે બે શાનદાર ગોલ કરીને ફ્રાન્સની જીત સુનિશ્ચિત કરી હતી.રોમાંચક મેચમાં ફ્રાન્સે શરૂઆતથી જ આક્રમક રમત બતાવી હતી, પરંતુ સેનેગલના મજબૂત ડિફેન્સ સામે તેઓ પ્રથમ હાફમાં એક પણ ગોલ કરી શક્યા નહોતા. સેનેગલે ખૂબ જ રક્ષણાત્મક અને વ્યૂહાત્મક રમત રમી હતી.નિકોલસ જેક્સનનો એક શક્તિશાળી શોટ સીધો ગોલ પોસ્ટ સાથે અથડાયો હતો. ઇસ્માઇલા સર પણ એક નજીકની તકને ગોલમાં ફેરવવામાં નિષ્ફળ રહ્યો હતો.બીજા હાફમાં ફ્રેન્ચ ટીમે પોતાની રણનીતિ બદલી અને રમતની ગતિ વધારી દીધી. પરિણામે મેચની ૬૬મી મિનિટે કાયલિયન એમબાપ્પેએ શાનદાર ગોલ કરીને ફ્રાન્સને ૧-૦ની લીડ અપાવી દીધી હતી.ત્યારબાદ ૮૦મી મિનિટે મેદાન પર આવેલા યુવા ખેલાડી બાર્કાેલાએ મેદાન પર આવતાની સાથે જ જાદુ વેર્યાે હતો. તેણે ૮૨મી મિનિટે શાનદાર ગોલ કરીને ફ્રાન્સની લીડ ૨-૦ કરી દીધી, જેનાથી સેનેગલના ગોલકીપર એડવર્ડ મેન્ડી પણ સ્તબ્ધ થઈ ગયા હતા.ઇન્જરી ટાઇમમાં, સેનેગલના ઇબ્રાહિમ મ્બાયેએ ૯૦મી મિનિટે ગોલ કરીને ટીમની ખાધ ૨-૧ કરી દીધી. જાેકે, બીજી જ મિનિટે, કાયલિયન મ્બાપ્પેએ ફ્રાન્સનો ત્રીજાે, તેનો બીજાે ગોલ કરીને ફ્રાન્સને ૩-૧થી શાનદાર વિજય અપાવ્યો. આ મેચમાં બે ગોલ સાથે, કાયલિયન મ્બાપ્પેએ લિયોનેલ મેસ્સીને પાછળ છોડી દીધો. મ્બાપ્પે હવે ફિફા વર્લ્ડ કપના ઇતિહાસમાં ૧૪ ગોલ કર્યા છે. ફક્ત બ્રાઝિલના રોનાલ્ડો (૧૫) અને જર્મનીના મિરોસ્લાવ ક્લોઝ (૧૬) તેમનાથી આગળ છે. કાયલિયન આ ટુર્નામેન્ટમાં આ બંને દિગ્ગજાેને પાછળ છોડી શક્યો.





