IPL 2024 ની 26 નંબરની મેચમાં દિલ્હી કેપિટલ્સે લખનૌ સુપર જાયન્ટ્સ સામે 6 વિકેટે જીત મેળવી હતી. આ જીત બાદ દરેકના મનમાં એક સવાલ ઉઠ્યો કે શું દિલ્હી હજુ પણ પ્લેઓફ માટે ક્વોલિફાય કરી શકશે? ઋષભ પંતની આગેવાની હેઠળની દિલ્હીએ આ સિઝનમાં અત્યાર સુધીમાં માત્ર બે જ જીત મેળવી છે અને કુલ 6 મેચ રમી છે. તો ચાલો જાણીએ શું છે સમીકરણ.
આ રીતે દિલ્હી પ્લેઓફમાં પહોંચી શકે છે
દિલ્હીએ 6માંથી 2 મેચ જીતી છે. હવે ટીમે સિઝનમાં વધુ 8 મેચ રમવાની છે. બાકીની 8 મેચોમાં દિલ્હીને ઓછામાં ઓછી 5 મેચ જીતવી જરૂરી છે. હવે તમે વિચારતા હશો કે ટીમ 14 પોઈન્ટ સાથે કેવી રીતે ક્વોલિફાય થઈ શકે? તો તમને જણાવી દઈએ કે 2021ની ટૂર્નામેન્ટમાં કોલકાતા નાઈટ રાઈડર્સે 14 પોઈન્ટ સાથે પ્લેઓફ માટે ક્વોલિફાઈ કર્યું હતું. આવી સ્થિતિમાં, તે જોવાનું રસપ્રદ રહેશે કે આ વખતે દિલ્હી ત્રણ વર્ષ પછી પ્લેઓફમાં પહોંચવામાં સફળ થશે કે નહીં.
દિલ્હી પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાનેથી ખસી ગયું છે
નોંધનીય છે કે લખનૌ સુપર જાયન્ટ્સ સામેની જીત પહેલા દિલ્હીની ટીમ પોઈન્ટ ટેબલમાં 10માં નંબર પર હતી. પરંતુ લખનૌને 6 વિકેટે હરાવ્યા બાદ ટીમ 10માથી 9મા સ્થાને આવી ગઈ છે.
દિલ્હીએ ટૂર્નામેન્ટની પ્રથમ મેચ પંજાબ કિંગ્સ સામે રમી હતી, જેમાં તેને 4 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી, ટીમે રાજસ્થાન રોયલ્સ સામે બીજી મેચ રમી, જેમાં તેનો 12 રને પરાજય થયો. ત્યારબાદ ત્રીજી મેચમાં દિલ્હીએ ચેન્નાઈ સુપર કિંગ્સને 20 રને હરાવ્યું હતું. તેની ટીમ તેની આગલી મેચ KKR સામે 106 રને અને મુંબઈ સામે 29 રને હારી ગઈ હતી.