
શુભમન ગિલ: IPL 2025 ની 9મી મેચ ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલે એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગિલ IPLમાં 1000 રન બનાવનાર પ્રથમ ખેલાડી બન્યો. આ રેકોર્ડ માટે તેને ફક્ત ૧૪ રનની જરૂર હતી, જે તેણે સરળતાથી પૂર્ણ કરી. આ મેદાન પર ગિલનું પ્રદર્શન ઉત્તમ રહ્યું છે. તેણે આઈપીએલમાં અહીં ત્રણ સદી અને ચાર અડધી સદી ફટકારી છે.
શુભમન ગિલના નામે વધુ એક મોટો રેકોર્ડ
શુભમન ગિલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં માત્ર 20 ઇનિંગ્સમાં 1000 રન પૂરા કર્યા. આ સાથે, તે IPLમાં કોઈપણ મેદાન પર 1000 રન બનાવનાર સૌથી ઝડપી ભારતીય બેટ્સમેન બની ગયો છે.