
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માના બેટમાંથી શાનદાર સદીની ઈનિંગ જોવા મળી હતી. તેણે આ ઇનિંગમાં 100 રનનો આંકડો સ્પર્શવા માટે 157 બોલનો સામનો કર્યો હતો. આ સાથે તેણે 11 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. આ સદી સાથે રોહિતે ભારતીય ક્રિકેટ ઈતિહાસનો એક મોટો રેકોર્ડ પણ તોડી નાખ્યો.
રોહિતે તોડ્યો ભારતીય ક્રિકેટનો મોટો રેકોર્ડ
રોહિત શર્માની ટેસ્ટ કરિયરની આ 11મી સદી છે. તેણે આ સદી 36 વર્ષ અને 291 દિવસની ઉંમરમાં ફટકારી હતી. આ સાથે તે ભારત માટે સદી ફટકારનાર સૌથી મોટી ઉંમરનો કેપ્ટન બની ગયો છે. તેણે આ રેકોર્ડમાં વિજય હજારેને હરાવ્યા છે. વિજય હઝારેએ 36 વર્ષ અને 278 દિવસની ઉંમરમાં કેપ્ટન તરીકે ભારત માટે સદી ફટકારી હતી.