ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રોહિત શર્માએ આ મેચ માટે ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ 11માં ઘણા ફેરફાર કર્યા છે. જેના કારણે બે ખેલાડીઓને પણ ડેબ્યૂ કરવાની તક મળી છે. આ ડેબ્યૂ કરનારા ખેલાડીઓમાં એક નામ છે સરફરાઝ ખાન. એ જ સરફરાઝ ખાન જેમના નામની ભારતમાં જ નહીં વિદેશોમાં પણ ખૂબ ચર્ચા થઈ છે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રોહિત શર્માએ આ મેચ માટે ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ 11માં ઘણા ફેરફાર કર્યા છે.
જેના કારણે બે ખેલાડીઓને પણ ડેબ્યૂ કરવાની તક મળી છે. આ ડેબ્યૂ કરનારા ખેલાડીઓમાં એક નામ છે સરફરાઝ ખાન. એ જ સરફરાઝ ખાન જેમના નામની ભારતમાં જ નહીં વિદેશોમાં પણ ખૂબ ચર્ચા થઈ છે.
સરફરાઝ ખાનની ઘરેલું કારકિર્દી
સરફરાઝ ખાને અત્યાર સુધીમાં 45 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે. આ દરમિયાન તેણે 66 ઇનિંગ્સમાં 69.85ની એવરેજથી 3912 રન બનાવ્યા છે. આ મેચોમાં સરફરાઝ ખાને 11 અડધી સદી અને 14 સદીની ઇનિંગ્સ રમી છે. તેણે અત્યાર સુધીમાં 37 લિસ્ટ A મેચ પણ રમી છે. આ મેચોમાં તેણે 34.94ની એવરેજથી 629 રન બનાવ્યા છે. તે જ સમયે, તેણે 96 ટી-20 મેચમાં 22.41ની એવરેજથી 1188 રન બનાવ્યા છે.