
પાકિસ્તાન સામેની મેચ પહેલા ભારતને ઝટકો.અક્ષર પટેલ ઓમાન સામેની મેચની બીજી ઇનિંગમાં ઈજાગ્રસ્ત થયો.પાકિસ્તાન સામેની આગામી મેચમાંથી બહાર થઈ શક.ભારતીય ટીમે એશિયા કપ ૨૦૨૫ની પોતાની અંતિમ ગ્રુપ-સ્ટેજ મેચમાં ઓમાનને ૨૧ રનથી હરાવીને જીતની હેટ્રિક મેળવી. ઓમાને ભારતને જાેરદાર ટક્કર આપી પણ જીત મેળવી શક્યું નહીં. ભારતનો આગામી મુકાબલો રવિવારે પાકિસ્તાન સામે છે. આ ટીમ ઈન્ડિયાનો પહેલો સુપર-૪ મુકાબલો હશે. જાેકે, તે પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે.
ભારતનો સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલ ઓમાન સામેની મેચની બીજી ઇનિંગમાં ઈજાગ્રસ્ત થયો હતો. ટાર્ગેટનો પીછો કરતા અક્ષર પટેલે ૧૫મી ઓવરમાં કેચ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ તેના હાથમાંથી સરકી ગયો, જેના કારણે કેચ ચૂકી ગયો.
આ દરમિયાન તેણે પોતાનું સંતુલન ગુમાવ્યું અને તેનું માથું જમીન પર પછડાયું. તે ઓમાનની ઇનિંગ દરમિયાન મેદાનમાં પાછો ફર્યો નહીં. એવું પણ માનવામાં આવે છે કે અક્ષર પાકિસ્તાન સામેની આગામી મોટી મેચમાંથી બહાર થઈ શકે છે.
ઓમાન સામેની મેચ પછી ભારતના ફિલ્ડિંગ કોચ ટી. દિલીપે કહ્યું કે અક્ષર ઠીક છે. જાે કે, ટીમ ઈન્ડિયા પાસે આગામી મેચ પહેલા ખૂબ જ ઓછો સમય છે, તેથી પાકિસ્તાન સામે અક્ષરની હાજરી એક મુશ્કેલ પડકાર બની શકે છે.
એ નોંધવું જાેઈએ કે ટીમ ઈન્ડિયાએ ઓમાન સામેની મેચ માટે તેમની પ્લેઈંગ ઈલેવનમાં બે ફેરફાર કર્યા હતા. જસપ્રીત બુમરાહ અને વરુણ ચક્રવર્તીને બહાર કરવામાં આવ્યા હતા. તેમના સ્થાને અર્શદીપ અને હર્ષિત રાણા ટીમમાં આવ્યા હતા. પાકિસ્તાન સામે ભારત કયું કોમ્બિનેશન મેદાનમાં ઉતારશે તે જાેવું રસપ્રદ રહેશે.




