
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલી ગુરુવારે (20 ફેબ્રુઆરી) એક માર્ગ અકસ્માતમાં માંડ માંડ બચી ગયા. દુર્ગાપુર એક્સપ્રેસ વે પર તેમની કારનો અકસ્માત થયો. જોકે, ભૂતપૂર્વ ક્રિકેટરને કોઈ ઈજા થઈ ન હતી.
સૌરવ ગાંગુલી એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે બર્ધવાન જઈ રહ્યા હતા. દુર્ગાપુર એક્સપ્રેસ વે પર દાંતનપુર પાસે અચાનક એક ટ્રક તેમના કાફલાની સામે આવી ગયો. તેના ડ્રાઇવરે અચાનક બ્રેક લગાવવી પડી. પાછળની ગાડીઓએ પણ એવું જ કર્યું પરંતુ તેના કારણે પાછળ આવતી ગાડીઓ એકબીજા સાથે અથડાઈ ગઈ. આમાંથી એક વાહન સૌરવ ગાંગુલીની કાર સાથે અથડાયું હતું.