
શ્રીલંકા ક્રિકેટ બોર્ડે મોટો નિર્ણય લીધો છે. બોર્ડે શ્રીલંકાના ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડી સનથ જયસૂર્યાને તેના નવા મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા છે. અગાઉ જયસૂર્યા એક્ટિંગ કોચ તરીકે પોતાની ભૂમિકા ભજવી રહ્યા હતા. પરંતુ હવે બોર્ડે તેને નિયમિત કોચ બનાવવાનો નિર્ણય લીધો છે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડે તેના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા આ માહિતી શેર કરી છે.
2026 સુધી કોચની નિમણૂક
શ્રીલંકા ક્રિકેટ બોર્ડે સનથને 1 ઓક્ટોબરથી 31 માર્ચ, 2026 સુધી નવા મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા છે. તાજેતરમાં તેણે શ્રીલંકન ક્રિકેટ ટીમને શાનદાર કોચિંગ આપ્યું હતું. તેમના કોચિંગ હેઠળ, ટીમે ઈંગ્લેન્ડ પ્રવાસ પર રમાયેલી 3 મેચની ટેસ્ટ શ્રેણીમાં સારું પ્રદર્શન કર્યું હતું. ટીમે એક ટેસ્ટ મેચ જીતી હતી. આ સાથે જ લંકાએ ન્યૂઝીલેન્ડ સામે ઘરની ધરતી પર ટેસ્ટ શ્રેણી પણ જીતી લીધી હતી.