
T20 ક્રિકેટના નિષ્ણાત બેટ્સમેન સૂર્યકુમાર યાદવે સતત બીજી વખત T20 ક્રિકેટર ઓફ ધ યરનો ખિતાબ જીત્યો છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ ભારતના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવને છેલ્લા વર્ષ એટલે કે 2023 માટે T20 ઇન્ટરનેશનલના સર્વશ્રેષ્ઠ ક્રિકેટર તરીકે પસંદ કર્યા છે. અગાઉ 2022માં પણ સૂર્યકુમારને આ એવોર્ડ મળ્યો હતો. તે સતત બે વખત T20 ક્રિકેટર ઓફ ધ યરનો ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય બન્યો છે.
સૂર્યકુમાર યાદવ સાથે, આ એવોર્ડ જીતવાની રેસમાં અન્ય લોકોમાં ઝિમ્બાબ્વેના સિકંદર રઝા, ન્યુઝીલેન્ડના માર્ક ચેપમેન અને યુગાન્ડાના અલ્પેશ રમઝાની હતા. જોકે, સૂર્યકુમારે આ ત્રણને પાછળ છોડીને આ એવોર્ડ જીત્યો હતો. સૂર્યાએ 2023માં લગભગ 50ની એવરેજ અને 150થી વધુની સ્ટ્રાઈક રેટ સાથે બેટિંગ કરી હતી.
સૂર્યકુમાર ગયા વર્ષે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનમાં ત્રીજા સ્થાને હતો.