
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે શ્રેણીની ત્રીજી મેચનો પ્રારંભ થયો છે. આ મેચ બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. હાલમાં બંને ટીમ સિરીઝમાં 1-1થી બરાબરી પર છે. આવી સ્થિતિમાં બંને ટીમોની નજર આ મેચ જીતીને શ્રેણીમાં લીડ મેળવવા પર રહેશે. આ દરમિયાન આ મેચના પહેલા જ દિવસે એક મોટો વર્લ્ડ રેકોર્ડ બની ગયો છે.
ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સની 100મી ટેસ્ટ
ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ત્રીજી ટેસ્ટ મેચમાં પ્રવેશતાની સાથે જ એક મોટી સિદ્ધિ પોતાના નામે કરી લીધી છે. 32 વર્ષનો બેન સ્ટોક્સ તેની 100મી ટેસ્ટ મેચ રમી રહ્યો છે. તે 100 ટેસ્ટ મેચ રમનાર ઈંગ્લેન્ડ તરફથી 16મો ક્રિકેટર બન્યો છે. આ સાથે જ તે એકંદરે 76મો ટેસ્ટ ક્રિકેટર બની ગયો છે. બીજી તરફ, સચિન તેંડુલકરે ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં સૌથી વધુ ટેસ્ટ મેચ રમી છે. તેણે 200 મેચ રમી છે.
