
ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજથી ત્રણ મેચની T20 સિરીઝ શરૂ થઈ રહી છે. બંને ટીમો વચ્ચે શ્રેણીની પ્રથમ મેચ હોબાર્ટના મેદાન પર રમાઈ રહી છે, જેમાં પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાની ટીમે 7 વિકેટના નુકસાન પર 213 રન બનાવ્યા છે. આ મેચમાં, ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નરે, જેણે તાજેતરમાં જ ટેસ્ટ અને ODI ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી, તેણે માત્ર 22 બોલમાં અડધી સદી ફટકારી હતી. પોતાની ઇનિંગ દરમિયાન વોર્નરે 36 બોલનો સામનો કર્યો અને 70 રન બનાવ્યા જેમાં 12 ફોર અને 1 સિક્સ સામેલ હતી. આ ઈનિંગના આધારે વોર્નરે એક એવો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો જે અત્યાર સુધી T20 ક્રિકેટના ઈતિહાસમાં કોઈ બેટ્સમેન હાંસલ કરી શક્યો નથી.
વોર્નર T20 ક્રિકેટમાં 100 અડધી સદી ફટકારનાર પ્રથમ ખેલાડી છે.
જ્યારે ડેવિડ વોર્નરે T20 ઈન્ટરનેશનલ મેચમાં તેની 37મી અડધી સદી ફટકારી હતી, તો T20 ક્રિકેટમાં આ તેની 100મી અડધી સદી હતી. વોર્નર હવે આ ફોર્મેટમાં આવું કરનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. વોર્નર બાદ T20 ફોર્મેટમાં સૌથી વધુ અડધી સદીની ઇનિંગ રમવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે, જેણે 91 વખત આ સિદ્ધિ મેળવી છે.