
૨૯ થી ૩૧ મે દરમિયાન ઘણા રાજ્યોમાં તાપમાન ઘટશે ઘણા રાજ્યોમાં તાપમાનમાં ૬ થી ૮ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે દિલ્હી-એનસીઆર, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદની વકી દેશના ઉત્તર અને ઉત્તરપશ્ચિમ ભાગોમાં હાલમાં કાળઝાળ ગરમી પડી રહી છે. જાેકે, હવે રાહતના સમાચાર સામે આવ્યા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ જાહેરાત કરી છે કે આજથી હવામાનમાં પલટો આવશે. જેમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થશે સાથે વરસાદ અને વાવાઝોડાની પણ શક્યતા છે. વરસાદને કારણે હવે તીવ્ર ગરમી ઓછી થઈ શકે છે. દેશમાં ઘણી જગ્યાએ તાપમાન ૪૫ થી ૪૮ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. આ વખતે પણ, દિલ્હી, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં તીવ્ર ગરમીનો અનુભવ થયો.
ભારતીય હવામાન વિભાગે પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાને કારણે ઉત્તર ભારતમાં વરસાદ, વાવાઝોડા અને જાેરદાર પવનોની અપેક્ષા છે. ૨૯ થી ૩૧ મે દરમિયાન ઘણા રાજ્યોમાં તાપમાનમાં ૬ થી ૮ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે. દિલ્હી-એનસીઆર, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ૫૦-૬૦ કિમી/કલાકની ઝડપે પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. કેટલાક વિસ્તારોમાં વાવાઝોડા અને કરા પડવાની પણ શક્યતા છે.
દિલ્હી-એનસીઆર: ૨૯ મે દરમિયાન વરસાદની સંભાવના છે. મહત્તમ તાપમાન ૪૩-૪૪ ડિગ્રી સેલ્સિયસથી ઘટીને ૩૬-૩૮ ડિગ્રી સેલ્સિયસ થઈ શકે છે.
પંજાબ-હરિયાણા: ભારે વરસાદ અને વાવાઝોડાની સંભાવના છે, તાપમાનમાં ૭-૮ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે. અહીં લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળી શકે છે.
રાજસ્થાન: પશ્ચિમ રાજસ્થાનમાં ધૂળના તોફાન સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે.
ઉત્તર પ્રદેશ: પશ્ચિમ અને પૂર્વીય ભાગોમાં વાવાઝોડા સાથે વરસાદ.
મધ્ય પ્રદેશ-છત્તીસગઢ: કેટલાક વિસ્તારોમાં ગરમીનું મોજું ચાલુ રહેશે, પરંતુ વરસાદની પણ શક્યતા છે. વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો થશે.
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ પણ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. કેરળ, તમિલનાડુ, કર્ણાટક અને ઉત્તરપૂર્વીય રાજ્યોમાં પહેલેથી જ સારો વરસાદ પડી રહ્યો છે. એવી અપેક્ષા છે કે જૂનના પહેલા અઠવાડિયા સુધીમાં ચોમાસુ ઉત્તર ભારતમાં પહોંચી જશે, જેનાથી ગરમીમાં સંપૂર્ણ રાહત થશે. હવામાન નિષ્ણાતોના મતે, આ વર્ષે માર્ચ અને એપ્રિલ દરમિયાન તાપમાન ઊંચું રહ્યું હતું. જાેકે, પશ્ચિમી વિક્ષેપ સમયસર સક્રિય થઈ રહ્યો છે, જે ગરમીથી રાહત મેળવવાની સારી તક આપે છે. જાેકે, વરસાદ પછી થોડા દિવસો સુધી ભેજ વધી શકે છે.





