
અમેરિકાના અલાસ્કામાં થયેલા વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા તમામ 10 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. અધિકારીઓએ આ માહિતી આપી. આ વિમાન ક્રેશ થયું અને બેરિંગ સમુદ્રમાં પડી ગયું. નોમ વોલેન્ટિયર ફાયર ડિપાર્ટમેન્ટે શનિવારે બપોરે તેના ફેસબુક પેજ પર આ વાતની જાણ કરી. આ વિસ્તારમાં બરફનું તોફાન આવે તે પહેલાં જ બચાવ ટીમોએ મૃતદેહો બહાર કાઢવાના પ્રયાસો શરૂ કરી દીધા હતા.
“બેરિંગ વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા તમામ 10 લોકોના મૃતદેહ મળી આવ્યા છે,” ફાયર વિભાગે બપોરે 3 વાગ્યાની આસપાસ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું. વિભાગે જણાવ્યું હતું કે વિમાનને મેળવવા માટે પ્રયાસો ચાલી રહ્યા છે. અલાસ્કા નાગરિક સંરક્ષણ વિભાગના જણાવ્યા અનુસાર, બેરિંગ એર વિમાને ગુરુવારે બપોરે ઉનાલકલીટથી ઉડાન ભરી હતી અને નોમ જઈ રહ્યું હતું. શુક્રવારે બરફથી ઢંકાયેલા સમુદ્રમાં વિમાનનો કાટમાળ મળી આવ્યો હતો.