
ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને અન્ય લોકો સામે અમેરિકામાં ચાલી રહેલી કાર્યવાહી વધુ તીવ્ર બની છે. એવા સમાચાર છે કે હવે યુએસ એસઈસી એટલે કે સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ કમિશન દ્વારા ભારત પાસેથી મદદ માંગવામાં આવી છે. SEC ઇચ્છે છે કે ભારત આ મામલાની તપાસમાં સહયોગ કરે. હાલમાં, ભારતીય અધિકારીઓ દ્વારા આ અંગે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
રોઇટર્સના અહેવાલ મુજબ, SEC એ અદાણી ગ્રુપના સ્થાપક ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણી સામે ચાલી રહેલા લાંચ કેસની તપાસ માટે ભારતીય અધિકારીઓનો સંપર્ક કર્યો છે. આ કેસ 265 મિલિયન ડોલરની લાંચ સાથે સંબંધિત છે. કમિશને ન્યૂયોર્ક ડિસ્ટ્રિક્ટ કોર્ટને જાણ કરી છે કે ગૌતમ અને સાગર અદાણી સામે ફરિયાદ દાખલ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.