૧૭ થી ૨૩ જુલાઈ વચ્ચે એપના ટોટલ ડાઉનલોડમાં ૮૫ ટકા હિસ્સો ભારતનો હતો સીજેપીના આંદોલન વખતે સૌથી વધુ યુઝ થયેલી બિટચેટ એપને હટાવાઈ ડોર્સીએ ૩ ઓક્ટોબરના એપલ તરફથી મળેલી નોટિસનો સ્ક્રીનશોટ શેર કરતા આ માહિતી આપી હતી
ટ્વિટરના ફાઉન્ડર જેક ડોર્સની બિટચેટ એપને ભારતમાં એપ સ્ટોર્સ પરથી હટાવી દેવામાં આવી છે. ડોર્સીએ ૩ ઓક્ટોબરના એપલ તરફથી મળેલી નોટિસનો સ્ક્રીનશોટ શેર કરતા આ માહિતી આપી હતી. એપલે મિનિસ્ટ્રી ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેકનોલોજીની માંગ બાદ કાર્યવાહી કરી હતી. ગૂગલે તેને થોડા સમય પહેલા જ એપ સ્ટોર પરથી હટાવી હતી.બિટચેટની ખાસિયત છે કે, બ્લૂટૂથ લો એનર્જી મેશ નેટવર્કનો ઉપયોગ કરીને નજીકના ફોન દ્વારા મેસેજ કરી શકાય છે. તેના ઓફલાઈન મોડમાં સેલ્યુલર નેટવર્ક, વાઈફાઈ, ફોન નંબર કે સેન્ટ્રલ સર્વરની જરૂર રહેતી નથી.એક ફોનથી બીજામાં મેસેજ રીલે થતાં અનેક ડિવાઈઝ મળીને મેશ નેટવર્ક બનાવી શકે છે. મેસેજ એન્ક્રિપ્ટેડ હોય છે. જેથી અન્ય વ્યક્તિ વાંચી શકતી નથી.જુલાઈમાં ભારતમાં કોકરોચ જનતા પાર્ટીના આંદોલન વખતે તેના ડાઉનલોડમાં ઉછાળો જાેવા મળ્યો હતો. તે સમયે સરકારે ઈન્ટરનેટ બંધ કરતા આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓએ આ એપનો ઉપયોગ કર્યાે હતો.૧૭ થી ૨૩ જુલાઈ વચ્ચે એપના ટોટલ ડાઉનલોડમાં ૮૫ ટકા હિસ્સો ભારતનો હતો.




