
ગ્રેન્ડ કોલર પેલસ્ટાઇની દ્રારા અપાતું સર્વોચ્ચ સન્માન મોદી ઇઝરાયલ અને પેલેસ્ટાઇન બંને તરફથી સર્વોચ્ચ સન્માન મેળવનારા વિશ્વ નેતાઓમાંના એક બન્યા ઇઝરાયેલી સંસદમાં ઐતિહાસિક સંબોધન બાદ મોદીને સ્પીકર ઓફ ધ નેસેટ મેડલ થી સન્માનિત કરવામાં આવ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન બંને તરફથી સર્વોચ્ચ સન્માન મેળવનાર વિશ્વના પસંદગીના નેતાઓમાં સામેલ થઈ ગયા છે. બુધવારે ઇઝરાયેલી સંસદ (નેસેટ) માં તેમના ઐતિહાસિક સંબોધન બાદ તેમને સ્પીકર ઓફ ધ નેસેટ મેડલ થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ નેસેટનું સર્વોચ્ચ સન્માન છે અને પીએમ મોદી આ પદક મેળવનારા પ્રથમ નેતા બન્યા છે.
નેસેટના સ્પીકર અમીર ઓહાનાએ પીએમ મોદીને આ મેડલ અર્પણ કર્યો હતો, જે તેમના વ્યક્તિગત નેતૃત્વ દ્વારા ભારત-ઇઝરાયેલ વ્યૂહાત્મક સંબંધોને મજબૂત કરવા અને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે આપવામાં આવેલા અસાધારણ યોગદાનની માન્યતા છે. આ મેડલ ખાસ કરીને ભારત અને ઇઝરાયેલ વચ્ચેની ગાઢ મિત્રતા અને સમાન લોકશાહી મૂલ્યોને સમર્પિત છે. પીએમ મોદીએ આ સન્માનનો સ્વીકાર કરતા તેને બંને દેશોની કાયમી મિત્રતાનું પ્રતીક ગણાવ્યું હતું અને વિનમ્રતાથી ગ્રહણ કર્યું હતું.
આ સન્માન ૨૦૧૮ પ્રાપ્ત પેલેસ્ટાઇનના સર્વોચ્ચ પુરસ્કાર ગ્રાન્ડ કોલર ઓફ ધ સ્ટેટ ઓફ પેલેસ્ટાઇન ની સાથે મળીને પીએમ મોદીની રાજદ્વારી સિદ્ધિને વધુ વિશેષ બનાવે છે.
ગ્રેન્ડ કોલર પેલસ્ટાઇની દ્રારા વિદેશી નેતાઓને આપવામાં આવતું સર્વોચ્ચ સન્માન છે, જે ભારત-પેલેસ્ટાઇન સંબંધોને મજબૂત કરવા અને પેલેસ્ટિનિયન આકાંક્ષાઓના સમર્થન માટે આપવામાં આવ્યું હતું.આ રીતે પીએમ મોદી એવા દુર્લભ વિશ્વ નેતાઓમાં સામેલ છે જેમને બંને પક્ષો તરફથી સર્વોચ્ચ સન્માન મળ્યું છે. નેસેટમાં સંબોધન દરમિયાન પીએમ મોદીને સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું હતું અને જાેરદાર તાળીઓના ગડગડાટથી તેમનું સ્વાગત થયું હતું. તેમના ભાષણ પછી સાંસદોએ તેમની સાથે સેલ્ફી અને તસવીરો લીધી હતી. પીએમ મોદીએ કહ્યું કે ભારતમાં ઇઝરાયેલના સંકલ્પ, સાહસ અને સિદ્ધિઓની ખૂબ પ્રશંસા થાય છે.
“આધુનિક રાજ્યો તરીકે સંબંધો સ્થાપિત થયા તેના ઘણા સમય પહેલા, આપણે બે હજાર વર્ષથી વધુ જૂના સંબંધોથી જાેડાયેલા હતા. બુક ઓફ એસ્થર માં ભારતનો ઉલ્લેખ હોડુ તરીકે કરવામાં આવ્યો છે. તાલમુદમાં પણ પ્રાચીન કાળમાં ભારત સાથેના વેપારનો ઉલ્લેખ છે.”
પીએમ મોદીએ ભારતમાં યહૂદી સમુદાયની શાંતિપૂર્ણ હાજરી પર ગર્વ વ્યક્ત કરતા કહ્યું, “યહૂદી વેપારીઓ ભૂમધ્ય સમુદ્રથી હિંદ મહાસાગર સુધી મુસાફરી કરતા હતા. ભારતમાં આવીને તેઓ આપણા સમાજનો હિસ્સો બની ગયા. તેઓ કોઈપણ અત્યાચાર કે ભેદભાવ વગર રહેતા આવ્યા છે, પોતાનો ધર્મ જાળવી રાખ્યો અને વિકાસમાં તે ભાગ લીધો. આ અમારા માટે ગર્વનો સ્ત્રોત છે.”




