
સાઉદી અરેબિયાએ હજને લઈને મોટી જાહેરાત કરી છે. આ વખતે હજ યાત્રાળુઓ તેમના બાળકોને પોતાની સાથે લઈ જઈ શકશે નહીં. હજ અને ઉમરાહ મંત્રાલયે આ આદેશ જારી કર્યો છે. સાઉદી અરેબિયા તરફથી કહેવામાં આવ્યું છે કે હજ અને ઉમરાહ દરમિયાન ભારે ભીડ હોય છે. આવી સ્થિતિમાં બાળકો માટે ઘણું જોખમ રહેલું છે. તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે એમ પણ કહ્યું કે જે લોકો પહેલી વાર હજ કરવા જઈ રહ્યા છે તેમને પહેલા હજ કરવાની પરવાનગી આપવામાં આવશે. સાઉદી નાગરિકો માટે હજ યાત્રા માટે નોંધણી શરૂ થઈ ગઈ છે.