અંધશ્રદ્ધાએ લીધો નિર્દાેષ બાળકોનો ભોગ કેન્યામાં ૧૯૦થી વધુ લોકોના મોત, પાદરીને ૨૦૦ વર્ષની સજા મૃત્યુ પછી ઈસુ ખ્રિસ્ત સાથે મુલાકાત થાય છે તેવો ભ્રમ વધુ ન ફેલાય તે માટે દોષિત પાદરીને ફાંસીને બદલે આજીવન કેદ સમાન આકરી સજા આપવી યોગ્ય : કોર્ટ
કેન્યામાં ધર્મ અને સંપ્રદાયના નામે આચરવામાં આવેલા એક કરૂણ અને ચોંકાવનારા કિસ્સામાં કોર્ટે કડક કાર્યવાહી કરી છે. ઈસુ સાથે મુલાકાત કરાવવાના બહાને ૧૯૦થી વધુ નિર્દાેષ બાળકો સહિતના લોકોના ભોગ લેનાર એક પાદરીને અદાલતે ૨૦૦ વર્ષની કેદની સજા ફટકારી છે.પૂર્વ આળિકાના દેશ કેન્યામાં ગૂડ ન્યૂઝ ઈન્ટરનેશનલ ચર્ચના સ્થાપક પાદરી પૌલ મેકેન્ઝી અને તેના ૨૫ સાથીદારોએ એવો ભ્રમ ફેલાવ્યો હતો કે ઓગસ્ટ ૨૦૨૩ પહેલા વિશ્વનો અંત આવી જશે અને સ્વર્ગમાં જવું હોય તો ઉપવાસ કરવા પડશે. પાદરીએ લોકોને એવું કહીને ભોળવ્યા હતા કે જાે તેઓ ભૂખ્યા રહીને ઉપવાસ કરશે તો તેમને ભગવાન ઈસુ ખ્રિસ્તના દર્શન અને મુલાકાત થશે.આ પાખંડના ભાગરૂપે સૌથી પહેલા બાળકો પાસે લાંબા ઉપવાસ કરાવવામાં આવ્યા અને તેમને મૃત્યુ સુધી ભૂખ્યા રાખવામાં આવ્યા. બાળકોના મૃત્યુ બાદ યુવાનો અને મહિલાઓને પણ આ જ રીતે મોતના મુખમાં ધકેલી દેવામાં આવ્યા. આ કરૂણ ઘટનામાં ભોગ બનનાર ૧૬૧ પીડિતોની ઉંમર આશરે ૯ વર્ષની હતી, જ્યારે ૨૨ બાળકોની ઉંમર ૧૦થી ૧૩ વર્ષ અને પાંચની ઉંમર ૧૪થી ૧૬ વર્ષની વચ્ચે હતી. અનેક બાળકો હજુ પણ ગુમ હોવાના અહેવાલો સામે આવ્યા છે.કેન્યાના મોમબાસાની હાઈકોર્ટના મહિલા જજ ડાયના કાવેદઝાએ આ કેસમાં કડક વલણ અપનાવતા નોંધ્યું હતું કે મૃત્યુ પછી ઈસુ ખ્રિસ્ત સાથે મુલાકાત થાય છે તેવો ભ્રમ વધુ ન ફેલાય તે માટે દોષિત પાદરીને ફાંસીને બદલે આજીવન કેદ સમાન આકરી સજા આપવી યોગ્ય છે. કોર્ટે પાદરી પૌલ અને તેના સાથીદારોને હત્યા અને માનવવધ સહિતના ગંભીર ગુનાઓમાં દોષિત ઠેરવીને ૨૦૦ વર્ષની લાંબી જેલની સજા ફટકારી છે.




