
રશિયા-યુક્રેન યુદ્ધને લઈને ફરી એકવાર આંતરરાષ્ટ્રીય રાજકારણ ગરમાયું છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની ફોન વાતચીત બાદ રશિયાએ પશ્ચિમી દેશોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે. રશિયન સુરક્ષા પરિષદના ઉપાધ્યક્ષ દિમિત્રી મેદવેદેવે કહ્યું કે પશ્ચિમી દેશોએ સમજવું જોઈએ કે રશિયાને હરાવી શકાતું નથી.