International News:રશિયા અને યુક્રેન વચ્ચે અઢી વર્ષથી ચાલી રહેલા યુદ્ધે ગયા સપ્તાહથી રસપ્રદ વળાંક લીધો છે. કેટલાક દિવસોથી યુક્રેનિયન લડવૈયાઓ રશિયન શહેરમાં ઘૂસણખોરીના અહેવાલો હતા. યુક્રેને પણ ભારે હોબાળો બાદ સ્વીકાર્યું કે તેણે રશિયન શહેર કુર્સ્ક પર હુમલો કર્યો હતો. ત્યારબાદ યુક્રેન તરફથી નિવેદન આવ્યું કે તેની સેના 1000 કિલોમીટર અંદર પહોંચી ગઈ છે. હવે ગુરુવારે, વોલોડિમિર ઝેલેન્સકીએ એક મોટો દાવો કર્યો છે કે તેના દળોએ રશિયન શહેર પર કબજો કરી લીધો છે. યુક્રેનના આ દાવાએ આખી દુનિયામાં હલચલ મચાવી દીધી છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ ગુરુવારે જણાવ્યું હતું કે યુક્રેનિયન સૈનિકોએ રશિયન પ્રદેશમાં ઘૂસણખોરી કરીને કુર્સ્ક ક્ષેત્રમાં રશિયન શહેર સુદજા પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધું છે. યુદ્ધ પહેલા લગભગ 5,000 ની વસ્તી ધરાવતું આ શહેર યુક્રેન દ્વારા કબજે કરવામાં આવેલ સૌથી મોટું શહેર છે.
યુક્રેને રશિયાની ધરતી પર તેની ઓફિસ ખોલી
ઝેલેન્સકીએ કહ્યું કે સુદજામાં યુક્રેનિયન લશ્કરી કમાન્ડરની ઓફિસની સ્થાપના કરવામાં આવી રહી છે. તેમણે ઓફિસની કામગીરી અંગે વિસ્તૃત માહિતી આપી ન હતી. આ દાવાઓ સ્વતંત્ર રીતે ચકાસી શકાયા નથી.
નોંધનીય છે કે એક દિવસ પહેલા યુક્રેનિયન જનરલ સ્ટાફે નિવેદન આપ્યું હતું કે તેઓએ રશિયાના વોરોનેઝ, કુર્સ્ક અને નિઝની નોવગોરોડ ક્ષેત્રમાં સૌથી મોટો ડ્રોન હુમલો કર્યો છે. હુમલાનો હેતુ ફ્યુઅલ વેરહાઉસને નિશાન બનાવવાનો હતો. “અમે કુર્સ્ક તરફ આગળ વધવાનું ચાલુ રાખીએ છીએ,” યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ પછી ટેલિગ્રામ પર લખ્યું. અમે રશિયાની ધરતી પર સતત જીત મેળવી રહ્યા છીએ.