
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સની મુલાકાત પૂર્ણ કર્યા પછી અમેરિકા પહોંચી ગયા છે. બુધવારે મોડી સાંજે વોશિંગ્ટન પહોંચતાની સાથે જ તેમણે બેઠકોનો દોર શરૂ કર્યો. તેઓ સૌપ્રથમ યુએસ નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગબાર્ડને મળ્યા, જે પોતાને હિન્દુ ગણાવે છે. આ પછી, તેઓ વધુ મહત્વપૂર્ણ અધિકારીઓ અને નેતાઓને મળવાના છે.
આ મુલાકાત વિશે માહિતી આપતાં પીએમ મોદીએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, “વોશિંગ્ટન ડીસીમાં યુએસએના નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગબાર્ડને મળ્યા. તેમની નિમણૂક બદલ અભિનંદન. ભારત-યુએસએ મિત્રતાના વિવિધ પાસાઓની ચર્ચા કરી, જેના તેઓ હંમેશા મજબૂત સમર્થક રહ્યા છે.