
સંપત્તિ જાેઈને અધિકારીઓ પણ ચોંકી ગયા.લોકાયુક્તની ટીમે એક નિવૃત્ત PWDના ઇજનેરની પ્રોપર્ટીમાં રેડ કરી હતી.ભોપાલના મન્નીપુરમ કોલોનીમાં એક ઘરમાંથી ૮.૭૯ લાખ રોકડા, ૫૦ લાખના દાગીના અને ૫૬ લાખની PWD મળી આવી.ભોપાલમાંથી ભ્રષ્ટાચારનો એક મોટો મામલો સામે આવ્યો છે. મધ્યપ્રદેશ લોકાયુક્તે એક નિવૃત્ત PWD (જાહેર બાંધકામ વિભાગ)ના મુખ્ય ઇજનેર જી.પી. મહેરાની ચાર પ્રોપર્ટી પર દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન, એક ફાર્મહાઉસમાંથી મોટી માત્રામાં ગેરકાયદેસર રોકડ, મિલકત, સોનું અને ચાંદી, લક્ઝરી કાર અને ૧૭ ટન મધનો સ્ટોક મળી આવ્યો હતો.
ભોપાલના મન્નીપુરમ કોલોનીમાં એક ઘરમાંથી ૮.૭૯ લાખ રોકડા, ૫૦ લાખના દાગીના અને ૫૬ લાખની ફિક્સ્ડ ડિપોઝિટ (PWD) મળી આવી હતી. ઓપલ રીજન્સીના એક એપાર્ટમેન્ટમાંથી ૨૬ લાખ રોકડા, ૨.૬ કિલોગ્રામ સોનું (લગભગ ૩.૦૫ કરોડનું મૂલ્ય) અને ૫.૫ કિલોગ્રામ ચાંદી મળી આવી હતી.
નર્મદાપુરમ જિલ્લાના સૈની ગામમાં એક ફાર્મહાઉસમાં આ રેડ દરમિયાન ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા. આ જગ્યાએથી લોકાયુક્ત ટીમને ૧૭ ટન મધ, બાંધકામ હેઠળના ૩૨ કોટેજ, ૭ પૂર્ણ થયેલા કોટેજ, ૬ ટ્રેક્ટર, લક્ઝરી વાહનો (ફોર્ડ એન્ડેવર, સ્કોડા સ્લેવિયા, કિયા સોનેટ અને મારુતિ સિયાઝ), માછલી ઉછેર માટેનું એક ખાનગી તળાવ, એક ગૌશાળા અને એક મંદિર મળી આવ્યું હતું.
લોકાયુક્ત ટીમે ગોવિંદપુરા ઔદ્યોગિક વિસ્તારમાં કેટી ઇન્ડસ્ટ્રીઝ પર પણ દરોડા પાડ્યા હતા, જે મહેરાનું કમર્શિયલ ફ્રંટ જણાવવામાં આવી રહ્યું છે. ત્યાંથી ૧.૨૫ લાખ રોકડા, કાચો માલ અને કંપનીના દસ્તાવેજાે મળી આવ્યા હતા.
અત્યાર સુધીમાં જપ્ત કરાયેલી વસ્તુઓમાં ૩૬.૦૪ લાખ રોકડા, ૨.૬૪૯ કિલો સોનું, ૫.૫૨૩ કિલો ચાંદી, ફિક્સ ડિપોઝિટ, વીમા પોલિસી, શેરના અનેક દસ્તાવેજાે, લક્ઝરી કાર અને રિયલ એસ્ટેટ મળી આવી છે.
લોકાયુક્તના જણાવ્યા અનુસાર, સંપત્તિની ગણતરી હજુ પણ ચાલુ છે અને આ આંકડો અબજાેમાં પહોંચી શકે છે. ફોરેન્સિક ટીમો હવે બેનામી રોકાણો અને નાણાકીય વ્યવહારો પાછળની કડીઓ શોધવા માટે દસ્તાવેજાે અને ડિજિટલ રેકોર્ડની સંપૂર્ણ તપાસ કરી રહી છે.




