
દુર્ઘટનાના પીડિતોને વળતર મુદ્દે હાઇકોર્ટમાં ચાલી રહેલી કાર્યવાહી.વડોદરાની હરણી બોટ દુર્ઘટના કેસમાં ઇન્સ્યોરન્સ કંપનીને હાઇકોર્ટની નોટિસ.આ હુકમ સંદર્ભે કોટિયા પ્રોજેક્ટ દ્વારા હાઇકોર્ટને જણાવાયું હતું કે, હરણી તળાવમાં બોટિંગ પ્રવૃતિ ચલાવવા ત્રણ પાર્ટી એગ્રિમેન્ટ કરાયો હતો.વડોદરા હરણી તળાવ બોટ દુર્ઘટના મામલે સુઓ મોટો પિટિશનમાં હાઇકોર્ટે ટકોર કરી હતી કે, આ મામલે વળતર માટે સબ કોન્ટ્રેક્ટરને જવાબદાર કઇ રીતે ગણવા તે જણાવો. આ મામલે વડોદરા મ્યુનિ.કોર્પાે.(VMC)એ કહ્યું છે કે, તેમની કોઈ મંજૂરી સબ કોન્ટ્રાક્ટ માટે લેવાઈ નથી.
આખરે હાઇકોર્ટે કોટિયાને આ મુદ્દે વધુ રજૂઆતની તક આપીને ઇન્સ્યોરન્સ કંપનીને જવાબ રજૂ કરવા નોટિસ આપી છે. આ કેસની વધુ સુનવણી ૧૬મી જાન્યુઆરીએ યોજાશે. આ દુર્ઘટનામાં પીડિતોને વળતર ચૂકવવા મુદ્દે દલીલો ચાલી રહી છે. અગાઉ હાઇકોર્ટે MACPની જાેગવાઇ મુજબ વડોદરા જિલ્લા કલેક્ટરને ગણતરી કરીને મૃતકો તેમજ ઇજાગ્રસ્તોના સ્વજનોને કોટિયા પ્રોજેક્ટ દ્વારા ચૂકવવાપાત્ર થતી રકમ નક્કી કરવા માટે હુકમ કર્યાે હતો. કેટલાક મુદ્દાને લઈને કોટિયા પ્રોજેક્ટ સુપ્રીમ કોર્ટ ગયું હતું. જેમાં સુપ્રીમના આદેશ મુજબ, જેટલી રકમ સરકારે વળતર તરીકે ભેગી કરી છે. તેને પીડિત પરિવારમાં વહેંચવા જણાવ્યું હતું અને એ કાર્ય ઓથોરિટીએ પૂર્ણ કર્યું છે. જવાબદારીના કિસ્સામાં કોટિયા પ્રોજેક્ટ દ્વારા હરણી તળાવમાં બોટિંગના જાેઇન્ટ વેન્ચર પાર્ટનર અને ઇન્સ્યોરન્સ કંપનીને હાઇકોર્ટમાં ચાલી રહેલી જાહેર હિતની અરજીમાં જાેડવા સુપ્રીમ કોર્ટમાં માગ કરી હતી. જે અંગે સુપ્રીમે જરૂરી ર્નિદેશો આપ્યા છે. હાઇકોર્ટમાં કોટિયા પ્રોજેક્ટ તરફથી ત્રણ પક્ષકારોને જાેડવા અરજી કરાઈ છે, પરંતુ હાઇકોર્ટે આ ત્રણ પક્ષકારો કયા છે તેની માહિતી રેકોર્ડ ઉપર આપવા કોટિયા પ્રોજેક્ટને હુકમ કર્યાે હતો.
આ હુકમ સંદર્ભે કોટિયા પ્રોજેક્ટ દ્વારા હાઇકોર્ટને જણાવાયું હતું કે, હરણી તળાવમાં બોટિંગ પ્રવૃતિ ચલાવવા ત્રણ પાર્ટી એગ્રિમેન્ટ કરાયો હતો. જેમાં કોટિયા, ટ્રાઇ સ્ટાર એન્ટરપ્રાઈઝ અને ડોલ્ફિન એન્ટરટેઈન્મેન્ટ જાેઇન્ટ પાર્ટનર છે. તેનો એગ્રીમેન્ટ આઠમી જૂન, ૨૦૨૩ થયો હતો. કોટિયાને હરણી તળાવનો કોન્ટ્રાક્ટ મળ્યા પછી કોટિયાએ બોટિંગ પ્રવૃતિ માટે સબ કોન્ટ્રાક્ટ આપ્યો હતો. જે ફસ્ઝ્ર અને કોટિયા પ્રોજેક્ટ વચ્ચે થયેલા કોન્ટ્રાક્ટ મુજબ મંજૂર છે.




