
૧૦૦ ફૂટ ઊંચાઈ પર ફસાયો પરિવાર.રાજકોટમાં ચકડોળવાળો રાઈડ બંધ કરીને જતો રહ્યો.ચકડોળમાં પાંચથી છ લોકોનો પરિવાર હવામાં ૨૦મિનિટ સુધી રહ્યાં : તેઓએ ફાયર બ્રિગેડની મદદ માંગી હતી.રાજકોટના અટલ સરોવરમાં એક રાઈડ ઓપરેટરની હરકતને કારણે એક પરિવારનો જીવ તાળવે ચોંટ્યો હતો. એક જ પરિવારના પાંચ સભ્યો ચકડોળમાં બેઠા હતા, ત્યારે રાઇડ ઓપરેટર ચકડોળ બંધ કરીને ઘરે જવા રવાના થયો હતો. આમ, એક જ પરિવારના પાંચ લોકો ૧૦૦ ફૂટ ઊંચાઈ ઉપર ફસાયા હતા.

અટલ સરોવરમાં ચકડોળ ઓપરેટરની ગંભીર બેદરકારી સામે આવી છે. ચકડોળમાં ૧૦૦ફૂટ ઊંચાઈ ઉપર હતું અને ઓપરેટર બંધ કરીને જતો રહ્યો. રાત્રિના ૧૦:૩૦ વાગ્યા આસપાસ આ ઘટના બની હતી. ચકડોળમાં પાંચથી છ લોકોનો પરિવાર હવામાં ૨૦મિનિટ સુધી રહ્યાં હતા. તેઓ ડરી ગયા હતા. જેથી તેઓએ ફાયર બ્રિગેડની ફોન કરીને મદદ માંગી હતી. ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. આમ, ઓપરેટરની લાપરવાહીથી ચકડોળમાં સવાર લોકોના જીવ ટાળવે ચોંટયા હતા. જાેકે ફાયર વિભાગની જાણ કરવામાં આવતા ફાયર વિભાગ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યું હતું. બીજી તરફ અટલ સરોવરના સિક્યુરિટી ગાડે ચકડોળ ઓપરેટરને ફોન કરીને બોલાવ્યો હતો. પરિવારના પાંચ સભ્યોની હેમખેમ નીચે ઉતારવામાં આવ્યા. જાેકે કોઈ જાનહાની સર્જાઈ ન હતી. પરંતુ અટલ સરોવરના રાઇટ્સ ઓપરેટરની ગંભીર બેદરકારી સામે આવી છે.
આ ઘટના બાદ રાઈડ ઓપરેટરને તાત્કાલિક નોકરીમાંથી કાઢી મૂકાયો હતો. ત્યારે હવે કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવાય છે કે નહીં તે જાેવાનું રહ્યું.




