
૮,૦૦૦ બેંક ખાતાઓ કર્યા ફ્રીઝ જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળોની મોટી કાર્યવાહી જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા એજન્સીઓએ સાયબર ફ્રોડ અને મની લોન્ડરિંગનું મોટું નેટવર્ક પકડી પાડ્યું છે
જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા એજન્સીઓએ બેનામી બેંક ખાતાઓના ઉપયોગ દ્વારા મની લોન્ડરિંગ અને સાયબર છેતરપિંડી ચલાવતા એક મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ ખાતાઓનો ઉપયોગ આતંકવાદી ભંડોળ માટે પણ થતો હોવાની ગંભીર શંકા છે. છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન આવા લગભગ ૮,૦૦૦ બેનામી બેંક ખાતાઓ ઓળખીને ફ્રીઝ કરવામાં આવ્યા છે.
સુરક્ષા એજન્સીઓના જણાવ્યા મુજબ, આ બેનામી ખાતાઓ આંતરરાષ્ટ્રીય સાયબર છેતરપિંડી ગેંગ માટે મહત્વપૂર્ણ સાધન બની ગયા હતા. મુખ્યત્વે આ ખાતાઓનો ઉપયોગ સાયબર ફ્રોડથી મળેલા નાણાંને એક સ્થળેથી બીજા સ્થળે ખસેડવા માટે થતો હતો. એજન્સીઓને ભય છે કે આતંકવાદી સંગઠનો અને અલગતાવાદી તત્વો પણ આ નાણાકીય ચેનલોનો ઉપયોગ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ માટે કરી રહ્યા હોઈ શકે છે.
અધિકૃત સૂત્રોના જણાવ્યા અનુસાર, બેનામી અથવા ‘મ્યુલ એકાઉન્ટ્સ’ સાયબર છેતરપિંડીની દુનિયાની સૌથી નબળી પરંતુ સૌથી મહત્વપૂર્ણ કડી છે. આ ખાતાઓ વિના ગેરકાયદેસર નાણાંને ક્રિપ્ટોકરન્સીમાં રૂપાંતરિત કરવું લગભગ અશક્ય બની જાય છે.
મ્યુલ એકાઉન્ટ એવા બેંક ખાતાઓને કહેવામાં આવે છે, જે ગુનેગારો પોતાના નામે નહીં પરંતુ અન્ય વ્યક્તિના નામે ઉપયોગમાં લે છે. સાયબર છેતરપિંડી કરનારાઓ પકડાઈ જવાના જાેખમથી બચવા માટે ત્રીજા વ્યક્તિના ખાતાનો ઉપયોગ કરીને ગેરકાયદેસર નાણાં ટ્રાન્સફર કરે છે. મોટા ભાગના કિસ્સાઓમાં, લોકો?? કમિશન અથવા આર્થિક લાભના લાલચ આપીને તેમના ખાતાનો ઉપયોગ કરવા માટે રાજી કરવામાં આવે છે.
કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓએ જમ્મુ અને કાશ્મીર પોલીસ સહિત અન્ય દળોને બેનામી ખાતાઓ અંગે ચેતવણી આપી છે. બેંકો સાથે સતત સંકલન રાખીને આવા ખાતાઓને ઓળખવા અને જેના નામે ખાતાઓ છે તે વ્યક્તિઓની ભૂમિકા નક્કી કરવા સૂચના આપવામાં આવી છે.
વર્ષ ૨૦૧૭થી રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા જમ્મુ અને કાશ્મીરમાં ગેરકાયદેસર નાણાકીય પ્રવૃત્તિઓ સામે વ્યાપક કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આ કાર્યવાહી બાદ પરંપરાગત હવાલા વ્યવહારો મોટાભાગે બંધ થયા છે. જાેકે, અધિકારીઓને શંકા છે કે હવે ‘ડિજિટલ હવાલા’ જેવી નવી પદ્ધતિઓ અપનાવવામાં આવી રહી છે.
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે સમગ્ર કૌભાંડની વ્યવસ્થા આ મ્યુલ એકાઉન્ટ્સ પર આધારિત છે. જાે નાણાં ખસેડવા માટે કોઈ માધ્યમ ન હોય, તો છેતરપિંડી શરૂઆતમાં જ નિષ્ફળ જાય છે. તેમણે સ્પષ્ટ કર્યું કે જે લોકો પોતાના ખાતા ભાડે આપે છે, તેઓ માત્ર ભોગ નથી પરંતુ ગુનામાં સક્રિય ભાગીદાર છે.
સુરક્ષા એજન્સીઓના અભ્યાસમાં ચીન, મલેશિયા, મ્યાનમાર અને કંબોડિયા જેવા દેશોમાંથી સંચાલિત નેટવર્ક્સની ઓળખ કરવામાં આવી છે, જે જમ્મુ અને કાશ્મીરના રહેવાસીઓને ખાનગી ક્રિપ્ટો વોલેટ બનાવવા માટે પ્રોત્સાહિત કરે છે. આ વોલેટ્સ ઘણીવાર VPN નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે, જેથી ઓળખ અને દ્ભરૂઝ્ર પ્રક્રિયા ટાળી શકાય.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, જમ્મુ અને કાશ્મીર પોલીસે ખીણ વિસ્તારમાં ફઁદ્ગના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી દીધો છે, કારણ કે તેનો ઉપયોગ આતંકવાદી અને અલગતાવાદી તત્વો દ્વારા પોતાની ઓળખ છુપાવવા માટે થઈ રહ્યો હતો.




