
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
ગુજરાત હાઈકોર્ટ ધ્વારા દરેક પોલીસ સ્ટેશનમાં CCTV ફરજિયાત લગાડવાના કરાયેલા આદેશને લઈને હવે રાજયના દરેક પોલીસ સ્ટેશનોએ ફરજિયાત પણે CCTV લગાડવાના રહેશે એટલું જ નહીં જે પોલીસ સ્ટેશન માં CCTV ના લગાડયા હોય અને જો લગાડયા હોય અને તે બંધ હાલતમાં હોય તેવા પોલીસ સ્ટેશનો સામે પગલાં ભરવાનો પણ નામદાર ગુજરાત હાઇકોર્ટે આદેશ કર્યો હતો.
સાથે સાથે કોર્ટે સરકાર અને ગૃહ વિભાગને પણ નિર્દેશ કર્યો હતો. હવે CCTV ને લઈને માહિતી આયોગે મહત્વનો નિર્દેશ આપ્યો છે. માહિતી આયોગે પોલીસ ધ્વારા RTI હેઠળ સીસીટીવી ફૂટેજ નહીં આપવાની આવતી ફરિયાદો અને રજૂઆતોના આધારે ચુકાદો આપ્યો હતો. આ ચુકાદામાં ટાંકયું હતું કે, ઘટનાના ૩૦ દિવસમાં RTI થાય તો CCTV ફૂટેજ સાચવવા પડશે. માંગવામાં આવેલા ફૂટેજ નો નાશ થશે તો કાર્યવાહી કરાશે.
માહિતી આયોગે CCTV ફૂટેજના પરિપત્રનો ચુસ્તપણે અમલ કરાવવા સૂચના આપી હતી. આ ઉપરાંત
માહિતી આયોગે સીસીટીવી ફૂટેજ ઉપલબ્ધ કરાવવા બાબતે ફરી પરિપત્ર કરવા રાજય પોલીસ વડા સહિત
અધિકારીઓને સૂચના આપી હતી. તાજેતરમાં શહેર કોટડા પોલીસ મથકે CCTVની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે
RTI હેઠળ CCTV ફૂટેજ નહીં આપતા મામલો માહિતી આયોગ સુધી પહોંચ્યો હતો.
જેથી માહિતી આયોગે આ અંગે સામાન્ય વહીવટ વિભાગના CCTV ફૂટેજ અંગેના પરિપત્રનો ચુસ્ત અમલ
કરવા સૂચના આપી હતી. માહિતી આયોગે આપેલા ચુકાદામાં ઉલ્લેખ કર્યો હતો કે ઘટના બન્યાના ૩૦ દિવસના
સીસીટીવી ફૂટેજ સાચવી રાખવા જરૂરી છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે આનો અમલ ક્યારે થાય છે?




