
સૈફ અલીએ પણ લિંગ આધારિત વેતન અંગે ચર્ચા કરી.તમે કોઈ એક લિંગના હો એટલે તમને વધુ કે ઓછું વેતન મળે એ અયોગ્ય.ફિલ્મ વ્યવસાયમાં વેતનનો મુદ્દો મોટાભાગે બોક્સ-ઓફિસની આર્થિક બાબતો સાથે જાેડાયેલો હોય છે : સૈફઅલી ખાન.સૈફ અલી ખાન તાજેતરમાં પોતાની બહેન સોહા સાથે બોલીવૂડમાં લિંગ આધારિત વેતનની અસમાનતા અંગે ચર્ચામાં જાેડાયો હતો, તેની સાથે સોહાનો પતિ અને એક્ટર કુનાલ ખેમુ પણ હતો.ફિલ્મ ઉદ્યોગમાં પે-પેરિટી (સમાન વેતન) અંગેની ચર્ચા ફરી એકવાર તેજ બની છે અને આ વખતે સૈફ અલી ખાને પણ પોતાના વિચારો પ્રગટ કર્યા છે.
પોતાની બહેન સોહા અલી ખાનની પોડકાસ્ટમાં વાત કરતાં સૈફે બોલિવૂડમાં લાંબા સમયથી ચાલતી લિંગ આધારિત વેતનના તફાવતની ચર્ચા કરી હતી.સૈફે જણાવ્યું કે સમાન સ્થાન ધરાવતા કલાકારોને આદર્શ રીતે તો સમાન વેતન મળવું જાેઈએ. જાેકે તેણે ભારપુર્વક કહ્યું કે ફિલ્મ વ્યવસાયમાં વેતનનો મુદ્દો મોટાભાગે બોક્સ-ઓફિસની આર્થિક બાબતો સાથે જાેડાયેલો હોય છે.સૈફે કહ્યું,“જાે કલાકારો સમાન સ્તર ધરાવતા હોય, તો તેમને સમાન રકમ મળવી જાેઈએ. પરંતુ મને એવું પણ લાગે છે કે આર્થિક વ્યવસ્થા એક ચોક્કસ રીતે કામ કરે છે. જાે તમે થિયેટરમાં લોકોને લાવી શકો છો, તો તમને તે પ્રમાણે વળતર ચુકવાય છે. આ સંબંધ દરેકને સમજાય છે.” સૈફે વધુમાં સમજાવ્યું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વળતર મુખ્યત્વે અભિનેતા બોક્સ-ઓફિસ કેટલી કમાણી કરી શકે છે, તેના પર આધારીત હોય છે, લિંગ પર નહીં. સૈફે આગળ ઉમેર્યું, “ફક્ત તમે કોઈ ચોક્કસ લિંગના છો તો તમને વધુ કે ઓછું વેતન મળવું જાેઈએ એવું ન હોય. આ હકીકતમાં એક સંતુલિત આર્થિક સિસ્ટમ છે, જ્યાં લોકો સ્પષ્ટ રીતે જાણે છે કે આ વ્યક્તિ સુપરસ્ટાર છે કારણ કે તેના નામે થિયેટર ભરાય છે. તેઓ પોતાની કિંમત જાણે છે, તે મુજબ ચાર્જ કરે છે અને તેમને તે મુજબ વેતન મળે છે.” જ્યારે એક્ટર અને પ્રોડ્યુસર કુનાલ ખેમુએ જ ચર્ચા દરમિયાન ઇન્ડસ્ટ્રીમાં કલાકારોની ફી કેવી રીતે નક્કી થાય છે તે અંગે વાત કરી અને ફિલ્મનાં વિતરણ તથા ટેરિટરી સેલ્સ સાથે જાેડાયેલા લાંબા સમયથી ચાલતા આર્થિક મોડેલનો ઉલ્લેખ કર્યાે.કુનાલના કહેવા મુજબ, બજારમાં અભિનેતાઓની કિંમત નક્કી કરવા પાછળ હંમેશાં એક સ્પષ્ટ ગણતરી રહેલી છે. “આ એક ગણિતનો ભાગ છે — ફિલ્મ ચાલશે કે નહીં એ અલગ બાબત છે. અગાઉ વિતરકો જાણતા હતા કે જાે મારી પાસે આ અભિનેતા હોય તો હું કોઈ ચોક્કસ ટેરિટરીને ચોક્કસ રકમમાં વેચી શકું છું અને તે રકમ રિકવરીનો ભાગ બની જાય છે.” એમ તેમણે કહ્યું.આ ચર્ચાએ સ્પષ્ટ કર્યું કે બોલિવૂડમાં સ્ટાર પાવર, વિતરણની કિંમત અને દર્શકોને થિયેટર સુધી ખેંચવાની ક્ષમતા પરંપરાગત રીતે વેતનના સ્તર નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવતી આવી છે.




