
રોકાણકારોને ભારે નુકસાન થયું.મિડલ ઈસ્ટમાં તણાવથી શેરબજારમાં ઉથલપાથલ.સેન્સેક્સ ૭૪,૫૬૩.૯૨ પોઈન્ટ પર, જ્યારે NSE નિફ્ટી ૫૦ ૪૮૮.૦૫ પોઈન્ટ ઘટીને ૨૩,૧૫૧.૧૦ ના સ્તરે બંધ થયા.મિડિલ ઈસ્ટમાં પેદા થયેલા વાતાવરણે વૈશ્વિક સહિત ભારતીય ઘરેલું બજારના વલણને ખરાબ કરવાનું કામ કર્યું છે. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે પણ બજારમાં જાેરદાર ઘટાડો જાેવા મળ્યો હતો.
સેન્સેક્સ ૧૪૭૦.૫૦ પોઈન્ટના ઘટાડા સાથે ૭૪,૫૬૩.૯૨ પોઈન્ટ પર, જ્યારે NSE નિફ્ટી ૫૦ ૪૮૮.૦૫ પોઈન્ટ ઘટીને ૨૩,૧૫૧.૧૦ ના સ્તરે બંધ થયા હતા. ડરના આ વાતાવરણ વચ્ચે રોકાણકારોએ ભારે નુકસાન વેઠવું પડ્યું હતું. બજારમાં ચાલી રહેલા આ ઘટાડાથી રોકાણકારોને જબરદસ્ત નુકસાનનો સામનો કરવો પડ્યો છે. આંકડાઓની વાત કરીએ તો, આ સપ્તાહે રોકાણકારોને કુલ ૧૯.૮૬ લાખ કરોડનું નુકસાન સહન કરવું પડ્યું છે. માત્ર શુક્રવારના ટ્રેડિંગ દિવસે જ રોકાણકારોના ૧૦.૨૪ લાખ કરોડ રૂપિયા માર્કેટમાંથી સાફ થઈ ગયા. ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ૨૮ ફેબ્રુઆરીથી શરૂ થયેલા સંઘર્ષની અસરની વાત કરીએ તો, યુદ્ધની શરૂઆતથી અત્યાર સુધી રોકાણકારોને ૩૩.૬૮ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. જેના કારણે રોકાણકારોમાં ચિંતા છે અને આગળની અનિશ્ચિતતાને લઈને પણ સંશય બનેલો છે.
આ અઠવાડિયે શેરબજારમાં ઘણા સેક્ટરો પર દબાણ જાેવા મળ્યું. જેમાં સૌથી વધુ ઘટાડો ઓટો સેક્ટરમાં નોંધાયો હતો. સમગ્ર સપ્તાહ દરમિયાન ઓટો સેક્ટર આશરે ૧૦.૬૪ ટકા તૂટી ગયું. જેના કારણે ઓટો ઈન્ડેક્સ ૨૬,૭૭૦ અંકથી ઘટીને લગભગ ૨૪,૧૯૫ ના સ્તર સુધી આવી ગયો. વેચવાલીના દબાણે ઓટો સેક્ટર પર સૌથી વધુ અસર છોડી છે.
ઓટો પછી ઘટાડાની બાબતમાં PSU બેંક સેક્ટર બીજા ક્રમે રહ્યું, જેમાં આશરે ૭.૨૭ ટકાની નબળાઈ આવી. આ ઉપરાંત મેટલ સેક્ટર ૫.૯૦ ટકા, રિયલ એસ્ટેટ ૪.૩૫ ટકા, ઓઈલ એન્ડ ગેસ ૪.૨૫ ટકા અને આઈટી સેક્ટરમાં લગભગ ૩.૫૪ ટકાનો ઘટાડો જાેવા મળ્યો હતો.
અનિશ્ચિતતા ભરેલા વાતાવરણ વચ્ચે વિદેશી રોકાણકારો સતત ભારતીય બજારથી અંતર બનાવી રહ્યા છે. શુક્રવાર ૧૩ માર્ચે પણ વિદેશી રોકાણકારો તરફથી જાેરદાર વેચવાલી જાેવા મળી હતી. ઉપલબ્ધ આંકડા મુજબ FPI અને FII એ તે દિવસે આશરે ૧૦,૭૧૬.૬૪ કરોડ રૂપિયાના શેર વેચ્યા છે. આ છેલ્લા એક વર્ષથી વધુ સમયમાં કોઈ એક દિવસની સૌથી મોટી વેચવાલી માનવામાં આવે છે.
આખા સપ્તાહના આંકડાઓની વાત કરીએ તો, વિદેશી રોકાણકારોનું વલણ વેચવાલી તરફ જ રહ્યું. તેમણે કુલ મળીને લગભગ ૩૬,૦૭૧ કરોડ રૂપિયાના ઇક્વિટી શેર વેચ્યા. જાેકે ઘરેલું સંસ્થાકીય રોકાણકારો (DII) એ બજારને થોડો ટેકો આપ્યો અને આ સમયગાળા દરમિયાન આશરે ૩૭,૭૪૦ કરોડ રૂપિયાની ચોખ્ખી ખરીદી કરી. તેમ છતાં શેરબજારને ટેકો મળ્યો નહીં અને પ્રમુખ ઈન્ડેક્સ ટામેટાની જેમ લાલ થઈ ગયા.




