
આગ્રા-મથુરા હાઇવે બ્લોક.આગ્રા-મથુરા હાઇવે બ્લોક.ગૌરક્ષક ફરસા વાલે બાબાના મૃત્યુથી મથુરામાં અશાંતિ ફેલાઈ ગઈ : પોલીસ પર પથ્થરમારો કરાયો હતો.ઉત્તર પ્રદેશના મથુરામાં ગૌરક્ષક ફરસા વાલે બાબાના મૃત્યુ બાદ ભારે હોબાળો મચી ગયો. કોસી વિસ્તારમાં ગુસ્સે ભરાયેલા લોકો હાઇવે પર ઉતરી આવ્યા હતા અને વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું, જેમાં પસાર થતા વાહનો પર પથ્થરમારો થયો હતો, જેના કારણે પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.
અહેવાલો અનુસાર, ગૌરક્ષક સંત ચંદ્રશેખર, જેમને ‘ફરસા વાલે બાબા‘ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમને શનિવારે સવારે લગભગ ૪ વાગ્યે ગાયની તસ્કરીની માહિતી મળી હતી. તેઓ પોતાની મોટરસાઇકલ પર તસ્કરોનો પીછો કરી રહ્યા હતા ત્યારે એક ઝડપી ટ્રકે તેમને ટક્કર મારી હતી, જેમાં તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને એક આરોપીની ધરપકડ કરી, જ્યારે તેના બાકીના સાથીઓ ભાગી ગયા. ઘટનાના સમાચાર આસપાસના વિસ્તારોમાં ફેલાતાં, મોટી સંખ્યામાં ગૌરક્ષકો અને તેમના સમર્થકો મથુરા-આગ્રા હાઇવે પર એકઠા થઈ ગયા અને પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો.
ફરસા વાલે બાબાના મૃત્યુથી ગુસ્સે ભરાયેલા લોકોએ હાઇવે બ્લોક કરી દીધો અને ન્યાયની માંગણી સાથે વિશાળ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું. આ વિરોધ પ્રદર્શન દરમિયાન, ઘણા લોકોએ પસાર થતા વાહનો અને પોલીસ કર્મચારીઓ પર પથ્થરમારો કર્યો, જેના કારણે અનેક વાહનોના કાચ તૂટી ગયા, જેના કારણે ભારે ટ્રાફિક જામ થયો. મોટી પોલીસ ટુકડી ઘટનાસ્થળે પહોંચી અને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.
પોલીસ અને સ્થાનિક રહેવાસીઓ વચ્ચે ઘર્ષણ થયું. લોકોએ સુરક્ષા દળો પર પણ પથ્થરમારો કર્યો, જેના કારણે પોલીસે ભીડને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કરવાની ફરજ પડી. ગુસ્સે ભરાયેલા લોકોએ આરોપ લગાવ્યો કે, ફરસા વાલે બાબાનું મૃત્યુ અકસ્માત ન હતું પરંતુ પશુ તસ્કરો દ્વારા જાણી જાેઈને કરવામાં આવેલી હત્યા છે. તેમણે તમામ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવા અને તેમની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ આ મામલાની નોંધ લીધી છે. તેમણે અધિકારીઓને કેસની તપાસ કરવા અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે કોઈપણ આરોપીને બક્ષવામાં આવશે નહીં અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.




