
ટ્રમ્પની હરકતોથી નારાજ જર્મનીમાં ઊઠી માગ દેશમાં તૈનાત ૪૦,૦૦૦ અમેરિકન સૈનિકોને બહાર નીકાળવાની માગ અમેરિકન અને સહયોગી દેશોના બેઝ અને પરમાણુ હથિયારોને પણ દેશમાંથી બહાર કાઢવાની વાત કહેવાઈ અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પની સત્તા આવ્યા બાદ મોટાભાગના સહયોગી દેશ નારાજ જાેવા મળ્યો છે. જેમાં નાટો સહિત અનેક સહયોગી દેશો વોશિંગ્ટનનો વિરોધ કરી રહ્યા છે. બીજા વિશ્વ યુદ્ધ બાદ અમેરિકાના સૌથી મોટા મિત્ર દેશ જર્મનીમાં વોશિંગ્ટનનો વિરોધ યથાવત છે. ત્યાંની દક્ષિણપંથી પાર્ટીએ દેશમાં તૈનાત ૪૦,૦૦૦ અમેરિકન સૈનિકોને પણ બહાર નીકાળવાની માગ કરી છે. આ સાથે અમેરિકન અને સહયોગી દેશોના બેઝ અને પરમાણુ હથિયારોને પણ દેશમાંથી બહાર કાઢવાની વાત કહેવામાં આવી રહી છે.
અલ્ટર્નેટિવ ફૉર જર્મની(AFD) નામની પાર્ટીએ મર્ત્ઝ સરકારથી માગ કરી છે કે, દેશની વિદેશ નીતિ હવે વોશિંગ્ટનથી સ્વતંત્ર હોવી જાેઈએ. પાર્ટીના નેતા ટીનો ચુપાનાએ એક બેઠકમાં કહ્યું કે, જર્મનીએ તેના સહયોગી દેશના પરમાણુ ઠેકાણાઓ અને સૈન્ય અડ્ડાને પણ ખત્મ કરી દેવા જાેઈએ. જેની શરૂઆત ૪૦,૦૦૦ અમેરિકન સૈનિકોને દેશથી બહાર નીકાળવાથી કરવી જાેઈએ.
અમેરિકા ભલે કહેતું રહે કે નાટો દેશમાં તેણે સૌથી વધુ ખર્ચ કર્યો છે. પરંતુ યુરોપિયન દેશોના મનમાં એ ભાવના છે કે, નાટોમાં હંમેશા અમેરિકાએ પોતાના હિતોને વધુ પ્રાથમિકતા આપી છે. યુરોપિયન દેશોએ આરોપ લગાવ્યો છે કે, યુનાઇટેડ સ્ટેટ્સ વિદેશી યુદ્ધોમાં તેઓને જબરદસ્તી ખેંચે છે. ઈરાન યુદ્ધને લઈને પણ ચુપાલાએ નારાજગી વ્યક્ત કરી છે.
નોંધનીય છે કે, જર્મનીમાં અમેરિકાનો વિરોધ સતત તીવ્ર બની રહ્યો છે. જેમાં હંમેશા વિરોધમાં રહેનારા સત્તા પક્ષ અને વિપક્ષ આ મુદ્દા પર સામાન્ય રીતે એકબીજા સાથે સંમત છે. ચાન્સલર મર્ત્ઝે પણ ઈરાન સંઘર્ષને લઈને અમેરિકા પર હુમલો કર્યો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, આ યુદ્ધને ખત્મ કરવાની જગ્યાએ અમેરિકાએ તેને વધારવાનું કામ કર્યું છે. જેના કારણે વૈશ્વિક તણાવ વધી ગયો છે.
રિપોર્ટ અનુસાર, જર્મનીમાં અમેરિકાના ૪૦,૦૦૦થી વધુ સૈનિકો તૈનાત છે. આ ઉપરાંત, આશરે ૧૨થી વધુ સૈન્ય અડ્ડા છે. વર્તમાનમાં જર્મનીના રામસ્ટાઈન એરબેઝથી ઈરાન પર થઈ રહેલા મિસાઈલ અને ડ્રોન હુમલાનો ર્નિણય લેવામાં આવી રહ્યો છે. જેના કારણે જર્મનીને આશંકા છે કે, તેને પણ નિશાન બનાવવામાં આવી શકે છે. આ એરબેઝની આસપાસ અમેરિકાનો કન્ટ્રોલ એટલો વધુ છે કે, આ ક્ષેત્રમાં યુરોપનું મિની અમેરિકા કહેવામાં આવે છે.
જાે કે, છેલ્લા એક વર્ષથી અમેરિકા અને જર્મની વચ્ચે તણાવ વધી રહ્યો છે. તેવામાં સમાચાર સામે આવ્યા હતા કે, ટ્રમ્પ જર્મનીથી પોતાના સૈનિકો નીકાળવાનો વિચાર કરી રહ્યા છે. પરંતુ આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.





