
કોરોનાના નવા વેરિઅન્ટે હાહાકાર મચાવ્યો કોરોનાનો નવો વેરિઅન્ટ દુનિયાના ૨૩ દેશોમાં ફેલાયો હેલ્થ એક્સપર્ટે આ વેરિએન્ટને સિકાડા નામ આપ્યું છે, સૌથી ચોંકાવનારી વાત તેમાં રહેલા મ્યૂટેશનની સંખ્યા છે જ્યારે પણ કોરોના વાયરસ ખતમ થવાની અણી પર હોય છે, ત્યાં વળી કોઈ નવો વેરિઅન્ટ ફેલાય જાય છે અને લોકોને ઝડપથી પોતાનો શિકાર બનાવે છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં દુનિયાભરમાં કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટનો નવો સબ વેરિએન્ટ BA.3.2 ઝડપથી ફેલાઈ રહ્યો છે. દક્ષિણ આફ્રિકામાં પહેલી વાર ઓળખ થયા બાદ આ વેરિઅન્ટે અત્યાર સુધી અમેરિકા અને યુરોપ સહિત દુનિયાના ૨૩ દેશોમાં પગપેસારો કરી દીધો છે.
હેલ્થ એક્સપર્ટે આ વેરિએન્ટને સિકાડા નામ આપ્યું છે. સિકાડા વેરિએન્ટની સૌથી ચોંકાવનારી વાત તેમાં રહેલા મ્યૂટેશનની સંખ્યા છે. તેમાં લગભગ ૭૦થી ૭૫ મ્યૂટેશન જાેવા મળ્યા છે, જે તેને પાછલા તમામ વેરિઅન્ટથી વધારે સંક્રામક બનાવી શકે છે.
સિકાડા વેરિએન્ટના લક્ષણોની વાત કરીએ તો તે ઘણા બધા અંશે ઓમિક્રોન વેરિએન્ટ જેવા જ છે. તેનાથી સંક્રમિત વ્યક્તિઓમાં મુખ્યત્વે ગળામાં ખરાશ, વધારે થાક, તાવ અને ખાંસી અને શરીરમાં દુખાવા જેવા લક્ષણો દેખાઈ રહ્યા છે. મોટા ભાગના લોકોને સંક્રમિત થવા પર ગળાની ખરાશની સમસ્યા સૌથી વધારે થઈ રહી છે. અમુક રેર કેસમાં, રાતના સમયે પરસેવો આવવો, ચામડી પર ચકામા અને સ્વાદ અથવા ગંધ ન આવવાના રિપોર્ટ કર્યા છે. જાે આપને આવા લક્ષણો દેખાય તો તરત તપાસ કરાવવી જાેઈએ. રાહતની વાત એ છે કે સિકાડા વેરિએન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે, પણ હજુ સુધી તે દુનિયાભરમાં ડોમિનન્ટ સ્ટ્રેન નથી બન્યો.
ભારતની વાત કરીએ તો, હાલમાં ગભરાવાની કોઈ જરૂર નથી. દેશમાં હાલ સિકાડા વેરિએન્ટના કોઈ દર્દી સામે આવ્યા નથી. જાેકે આંતરરાષ્ટ્રીય ટ્રાવેલિંગના કારણે આ વેરિએન્ટ ફેલાઈ શકે છે. આવા સમયે સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે. એક્સપર્ટનું કહેવું છે કે ભારતની મોટા ભાગની વસ્તીને વેક્સિન લગાવી ચૂક્યા છે. જેનાથી બચાવમાં મોટી મદદ મળી શકે છે.
હાલમાં પણ વેક્સિન ગંભીર બીમારી અને મોતના જાેખમને ઘટાડવામાં ખૂબ જ પ્રભાવી છે. તેનાથી બચવા માટે ભીડભાડવાળી જગ્યા પર જવાથી બચો. ઘરથી બહાર નીકળતી વખતે માસ્ક જરૂર પહેરો, હાથને વારંવાર ધોવો અને લક્ષણ દેખાવા પર ફટાફટ તપાસ કરાવો. સતર્ક રહીને આપણે કોરોનાના નવા ખતરાને ટાળી શકીએ છીએ.





