
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
સુરત શહેરમા રાતોરાત બિલ્ડરો બની જતાં હોય છે. ખેડૂતોની જગ્યાના સાટાખત કે કબજા રસીદ લખાવી તેના ઉપર માર્કેટોના બાંધકામના બોર્ડ મૂકી અનેક લોકોને છેતરતા હોવાના અનેક બનાવો સુરત શહેરમા બનતા આવ્યા છે. મોટાભાગે સુરત શહેરમા માર્કેટના વધુ બાંધકામ થતાં હોય છે. અને બિલ્ડરો પણ રાતોરાત બની જતાં હોવાથી છેતરપિંડીના અનેક બનાવો બની રહયા છે. એવો જ એક કિસ્સામા સુરત શહેરના ગોડાદરા વિસ્તારમા આવેલ ITM માર્કેટના બાંધકામની વર્ષ ૨૦૧૭ મા જાહેરાત થતાં જ પર્વતપાટિયા, ડુંભાલ સુરતના અને મૂળ રહેવાસી રાજસ્થાનના નરેશે ૨૭૦૦ સ્કેવર ફીટ પાંચમો માળ બ્રોકરોના માધ્યમથી બુક કરાવેલો હતો. અને તે પેટે ત્રણેક ટુકડે રૂપિયા ૧.૫ કરોડ (દોઢ કરોડ)બિલ્ડર મહાવીર જૈનને ચૂકવી આપેલા હતા. આ બિલ્ડર મહાવીર જૈન એક સમયે સુરત શહેરના વરાછા રોડ વિસ્તારમા હીરાબાગ ખાતે એશિયન પેઈન્ટ કલર વેચવાનો ધંધો કરતાં હતા. અને ત્યારબાદ ઘોડદોડ રોડ ઉપર અરિહંત જવેલર્સનો ધંધો શરૂ કરેલ. બાંધકામના ધંધામા કરોડો રૂપિયાની કમાણી અને કરોડો રૂપિયાની છેતરપિંડી સહેલાઈથી થઈ શકતી હોય ગોડાદરા વિસ્તારમા આ ઇસમે ITM માર્કેટનું બાંધકામ શરૂ કરેલ હતું. તેમાં અનેક લોકોએ બુકિંગ કરાવેલું. આમ માર્કેટનું ૩-૪ વર્ષ સુધીમા ખાડા પણ ખોદાયેલા નહીં. ત્યારબાદ બિલ્ડર મહાવીર જૈને જેમતેમ માર્કેટનું બાંધકામ પૂરું કરી સુરત મ.ન.પા માંથી BUC સર્ટિફિકેટ મેળવી લીધેલું અને માર્કેટમા બુકિંગ કરાવનારાઓ પાસે બાકી નાણાંની પઠાણી ઉઘરાણી શરૂ કરવામાં આવેલી. ફરિયાદી નરેશ ના જણાવ્યા મુજબ તેઓએ માર્કેટમા બુકિંગ પેટે રૂપિયા ૧.૫ કરોડ (દોઢ કરોડ) આપેલ હોવા છતાં અને તેઓને નાણાં મળ્યાની લેખિત લખાણ ડાયરીમાં બિલ્ડર મહાવીર જૈને આપેલ હોવા છતાં નરેશ ને નોંધાયેલ માર્કેટની દુકાનની જગ્યા નરેશની સંમતિ વગર કે જાણ કર્યા વગર અન્ય ને વેચી દઈ હાથ ઉંચા કરી દીધા છે. નરેશના જણાવ્યા મુજબ તેઓએ સગાસંબંધીઓ પાસેથી અને અન્ય મિત્રો પાસેથી હાથ ઉછીના નાણાં લઈ આ માર્કેટમા પોતાની કાયમી મિલકત થાય તેવા આશયથી રૂપિયા ૧.૫ કરોડ (દોઢ કરોડ) ભરેલ હતા. પરંતુ નરેશ ને ક્યાં ખબર હતી કે તેના ૧.૫ કરોડ(દોઢ કરોડ) રૂપિયા મહાવીર જૈન લાંબા સમય સુધી વાપરી હાથ ઉંચા કરી દેશે.
નરેશ, બિલ્ડર મહાવીર જૈન ને મળવા વારંવાર પ્રયત્ન કરવા છતાં તે મળી શકતા નથી. નરેશ ITM માર્કેટ જાય તો બિલ્ડર મહાવીર જૈન એન્ટેલીયા ડ્રીમ વેસું ખાતે છે તેમ જણાવી ત્યાં દોડાવે છે. જ્યારે ત્યા જાય તો ત્યાં પણ મળતા નથી કે નરેશનો ફોન પણ રિસીવ કરતાં નથી. મળેલ માહિતી મુજબ આ બિલ્ડર મહાવીર જૈન મોટાભાગે સુરત શહેરમા અસામાજિક તત્વો ધ્વારા બનાવેલ મહાકાલ ગ્રુપની ઓફિસે બેસી રહેતા હોય છે. આમ નરેશે તેઓની સાથે થયેલ રૂપિયા ૧.૫ કરોડ(દોઢ કરોડ) ની છેતરપિંડી અને વિશ્વાસઘાત અંગેની લેખિત ફરિયાદ તા.૦૬/૦૪/૨૦૨૬ ના રોજ શહેરના પોલીસ કમિશ્નરને કરેલ છે.
શહેર પોલીસ ડાયરીના લખાણની ફરિયાદ લઈ આરોપી વિરુધ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ દાખલ કરવા માંગણી કરી છે. સગા સંબંધીઓ મિત્રો પાસેથી જે નાણાં લીધા હતા તે નાણાં લાંબો સમય થતાં તેમના નાણાં વ્યાજસહિત પરત માંગી રહ્યા છે. સામાન્ય રીતે ૧૫ દિવસ કે મહિના માટે જ હાથ ઉછીના હોય શકે. આ નરેશભાઈએ તેનો ધંધો ચાલુ રાખવા માટે દુકાનનું ભાડું ભરવાનું હોય છે.આમ આ વેપારીએ ૦૭-૦૮ વર્ષ પહેલા રોકેલા ૧.૫ કરોડ(દોઢ કરોડ) રૂપિયાની રકમ ફસાઈ જતા મજબુરી વશ પોલીસ ફરિયાદ કરવાની ફરજ પડી છે. આ નરેશભાઈના ભાગીદાર અને સંબંધી રૂપિયા ૧.૫ કરોડ (દોઢ કરોડ) જેવી રકમ અને મિલકત બીજા ને વેચી મારવાના કારણે માનસિક ત્રાસમા વારંવાર મોંઘી હોસ્પિટલોમા સારવાર લેવાની ફરજ પડે છે. તેમજ તેઓને બિલ્ડર મહાવીર જૈન ધ્વારા એન્ટેલીયા ડ્રીમ કે યુટીએમ કે ગૌરવપથ ઉપર ફ્લેટ લેવા દબાણ કરી રહેલ છે. આમ નરેશભાઈના તો ૧.૫ કરોડ(દોઢ કરોડ) રૂપિયા તો ફસાઈ ગયા છે પરંતુ અન્ય કેટલાના નાણાં ફસાયેલા હશે તેની તપાસ થશે ખરી?





