
જીપીએસ ડિવાઈસના આધારે તપાસ શું રાજકોટના જ કોઈ જાણભેદુંએ બિહાર ડિલીવરી થાય તે પહેલા સોનું લૂંટી લીધું? હવે એસઆઈટીની તપાસમાં નવી વાત સામે આવી છે કે, ષડયંત્રનો સૂત્રધાર ગુજરાતમાં જ બેસેલો એક શખ્સ છે
બિહારના પટનામાં ૨૫ કરોડ રૂપિયાના સનસનીખેજ લૂંટમાં પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આ ઘટનાને બિહારના ૬ લૂંટારુઓએ અંજામ આપ્યો. પરંતું તેનું ષડયંત્ર ગુજરાતના જ માસ્ટરમાઈન્ડે રચ્યું હતું. પોલીસે આ ઘટનામાં ઉપયોગમાં લેવાયેલી ચોરીની કાર અને બાઈક જપ્ત કરી છે.
૨૫ કરોડ સોનાની લૂંટ મામલે સનસનીખેજ ખુલાસો થયો છે. રાજકોટમાં બેસેલા એક શખ્સે પટનામાં લૂંટનું તરખટ રચ્યું હતું. શનિવારે રસ્તા પર ધોળા દિવસે ખગૌલ લખ પાસે દાનાપુરમાં ૨૫ કરોડના સોનાની લૂંટ થઈ હતી. હવે એસઆઈટીની તપાસમાં નવી વાત સામે આવી છે કે, સમગ્ર ષડયંત્રનો સૂત્રધાર ગુજરાતમાં જ બેસેલો એક શખ્સ છે.
જેણે હાલમાં જ સોનાના વેપારી સુનીલભાઈએ નોકરીમાંથી કાઢ્યા હતા. લૂંટારુંઓએ સમગ્ર ષડયંત્રની સાથે રાજકોટના વેપારીને સ્ટાફને નિશાન બનાવ્યા હતા. કસ્ટમ અધિકારી બનીને લૂંટારુંઓએ ઘટનાને અંજામ આપ્યો હતો. ૪૦ પોલીસકર્મચારીઓની ટીમે આરોપીઓને પકડવા માટે છાપામારી કરી હતી. હાલ પોલીસ લૂંટારુંઓ દ્વારા ફેકવામાં આવેલ જીપીએસ બેગ અને ચોરીના વાહનોથી મહત્વની કડી મળી છે. જેના તાર બિહારથી લઈને ગુજરાત સુધી જાેડાયેલા છે.
પટના પોલીસની તપાસમાં સામે આવ્યું કે, લૂંટની આ ઘટનાનો માસ્ટરમાઈન્ડ ગુજરાતનો રહેવાસી છે. તે વેપારીના ઘરે કામ કરતો પૂર્વ કર્મચારી છે. તેને રસ્તા અને સોનાની ડિલીવરી વિશે પૂરતી માહિતી હતી. તેણે જ બિહારના ૬ શાતિર લૂંટારુઓને બોલાવ્યા હતા, અને ૧૭ કિલો સોનાના લૂંટનું ષડયંત્ર રચ્યું હતું. લૂંટારુઓએ લૂંટ બાદ બેગમાં લાગેલું જીપીએસ કાઢીને તરત ફેંકી દીધું હતું. જેથી પોલીસ તેનું લોકેશન ટ્રેન કરી ન શકે.
ઘટનામાં ઉપયોગમાં લેવામાં આવેલી કાર અને બાઈક પોલીસે જપ્ત કરી લીધી છે. તપાસમાં સામે આવ્યું કે, ઉપયોગમાં કરવામાં આવેલી પટના સોના લૂંટકાંડમાં ઉપયોગમાં લેવાયેલી કાર દિલ્હીથી ચોરી થઈ હતી. જેના પર પૂર્ણિયાના એક વ્યક્તિની ગાડીનો નકલી નંબર લગાવી દેવાયો હતો. તો બાઈક એમ્સ ગોલંબરની પાસે લાવારીસ હાલતમાં મળી છે. પોલીસને બાકરગંજના એ વેપારી સાથે પૂછપરછ કરી છે, જેની પાસે આ સોનાની ડિલીવરી થવાની હતી.
એસઆઈટીની ટીમ વેપારીના સ્ટાફ મહેશ મામતોરા અને પ્રિન્સ કુમારની મોબાઈલ નંબરોની સીડીઆર તપાસી રહી છે. પોલીસ તપાસ કરવાનો પ્રયાસ કરી રહી છે કે, શું ઘટનાસ્થળથી લઈને નોબતપુર સુધી આ મોબાઈલ એક્ટિવ હતા કે નહિ. જાેકે, લૂંટારુંઓએ મહેશનો મોબાઈલ લૂંટીને બંધ કરાવી દીધો હતો. પોલીસ આ બાબતની પણ તપાસ કરી રહી છે, કે સ્ટાફની ગતિવિધિઓમા કોઈ સંદિગ્ધ પહેલુ છે કે નહિ. કારણ કે, પહેલા પણ અનેકવાર રાજકોટથી પટના સોનું લઈ જવાયું છે. જાેકે, આ મામલે પોલીસે અત્યાર સુધી સોનાના સૌથી મોટા લૂંટારું સુબોધ સિંહનું નામ નથી લીધું.
લૂંટની આ ઘટનામાં અનેક રહસ્યમયી એંગલ પણ છે. લૂંટારુંઓએ બેગ લૂંટ્યા બાદ માત્ર મહેશને જ કેમ કારમાં બેસાડી રાખ્યો હતો, અને પ્રિન્સને કેમ છોડી દીધો હતો.
નોબતપુર જઈને મહેશને કારમાં એકલું છોડવું, અને તેના હાથ-પગ મોઢું બાંધવું પણ શંકાના ઘેરામાં છે. પોલીસે એ પણ દિશામાં તપાસ કરી રહી છે કે, મહેશ આટલી સરળતાથી કેવી રીતે બંધકમાંથી છૂટી ગયો. કેવી રીતે પોલીસ સ્ટેશન પહોંચ્યો. પોલીસ આ દિશામાં પણ તપાસ કરી રહી છે.





