
EVM મુદ્દે બબાલ બાદ TMC નો હુંકાર.‘ચૂંટણી પંચ અને ભાજપ જાણતા નથી કે કોનાથી ટક્કર લઈ રહ્યા છે’.ટીએમસી નેતાઓ અને કાર્યકર્તાઓએ નેતાજી સુભાષ ચંદ્ર બોઝ સ્ટેડિયમ સ્થિત કાઉન્ટિંગ સેન્ટરની બહાર ધરણા શરૂ કરી દેતા હોબાળો.પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી સંપન્ન થયા બાદ રાજકીય ગરમાવો તેની ચરમસીમાએ પહોંચી ગયો છે. એક્ઝિટ પોલના પરિણામો જાહેર થયા પછી રાજ્યમાં ઠેર-ઠેર હિંસા અને ઘર્ષણના બનાવો સામે આવી રહ્યા છે. ખાસ કરીને ભાજપના એક પોલિંગ એજન્ટના ઘર પર હુમલા અને મારપીટના આરોપો બાદ હવે તૃણમૂલ કોંગ્રેસ(TMC)એ EVM સાથે છેડછાડનો ગંભીર આરોપ લગાવી મોરચો ખોલ્યો છે.TMC નેતાઓ અને કાર્યકર્તાઓએ નેતાજી સુભાષ ચંદ્ર બોઝ સ્ટેડિયમ સ્થિત કાઉન્ટિંગ સેન્ટરની બહાર ધરણા શરૂ કરી દીધા છે, જેના કારણે સ્થિતિ તણાવપૂર્ણ બની છે TMC નો આરોપ છે કે મધરાતે સ્ટ્રોન્ગ રૂમની સીલ તોડવામાં આવી હતી અને EVM સાથે છેડછાડનો પ્રયાસ થયો હતો. આ વિવાદ વધતા મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતે પણ મેદાનમાં ઉતર્યા હતા. તેઓ અડધી રાત્રે ભવાનીપુર અને શેખાવત મેમોરિયલ સ્કૂલ ખાતેના કાઉન્ટિંગ સેન્ટર પર પહોંચી ગયા હતા અને લગભગ ૪ કલાક સુધી જાતે જ EVM રખવાળી કરી હતી. બીજી તરફ, ભાજપના કાર્યકર્તાઓએ મમતા બેનર્જીની કાઉન્ટિંગ સેન્ટરમાં હાજરી સામે સવાલ ઉઠાવતા તેને ગેરબંધારણીય ગણાવી હતી, જેના કારણે બંને પક્ષોના કાર્યકર્તાઓ સામસામે આવી ગયા હતા. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે કાઉન્ટિંગ સેન્ટરની બહાર મોટી સંખ્યામાં સુરક્ષબળો તહેનાત કરી દેવામાં આવ્યા છે.સોશિયલ મીડિયા પર આક્રમક વલણ અપનાવતા TMCએ જણાવ્યું કે, ‘ભાજપ અને સમજૂતી કરી ચૂકેલા ચૂંટણી પંચને ખબર નથી કે તેઓ કોની સામે ટક્કર લઈ રહ્યા છે.’ પાર્ટીએ આરોપ લગાવ્યો કે બહારના રાજ્યોના લોકોને લાવીને માહોલ બગાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે.TMC નેતા શશી પાંજા અને કુણાલ ઘોષે ધરણા પર બેસીને આક્ષેપ કર્યાે કે CCTV ફૂટેજમાં ભાજપના લોકો ચૂંટણી પંચની મિલીભગતથી બેલેટ બોક્સ ખોલતા દેખાઈ રહ્યા છે, જે લોકશાહીની હત્યા સમાન છે. મમતા બેનર્જીએ પણ દાવો કર્યાે કે તેમને શરૂઆતમાં કેન્દ્રીય દળોએ અંદર જતા રોક્યા હતા, જ્યારે નિયમ મુજબ ઉમેદવાર કે એજન્ટ સીલ્ડ રૂમની બહાર સુધી જઈ શકે છે.ચૂંટણી પંચે આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. ઉત્તર કોલકાતાના જિલ્લા ચૂંટણી અધિકારી સ્મિતા પાંડેએ સ્પષ્ટતા કરી કે સ્ટ્રોન્ગ રૂમમાં કોઈ ગેરરીતિ થઈ નથી. મધરાતે જે પ્રક્રિયા ચાલી રહી હતી તે પોસ્ટલ બેલેટને અલગ કરવાની એક કાયદેસરની પ્રક્રિયા હતી, જેના વિશે તમામ રાજકીય પક્ષોને અગાઉથી જાણ કરવામાં આવી હતી. ચૂંટણી પંચે જણાવ્યું કે ઈફસ્ માટેનો સ્ટ્રોન્ગ રૂમ અલગ છે અને તે સંપૂર્ણપણે સુરક્ષિત તથા સીલ કરેલો છે. હાલમાં સમગ્ર બંગાળમાં ભારે અફરાતફરી અને તણાવનો માહોલ જાેવા મળી રહ્યો છે.





