
૧૪ જૂનને રવિવારના રોજ રમાશે આ મેચ ફરી ક્રિકેટના મેદાન પર જાેવા મળશે ભારત-પાકિસ્તાનની વચ્ચે ટક્કર ICC મહિલા T20 વર્લ્ડ કપ ૨૦૨૬ ૧૨ જૂનથી શરૂ થશે ભારત અને પાકિસ્તાન ફરી એકવાર મેદાન પર આમને-સામને થશે. જ્યારે પણ આ બે હરીફ ટીમો ક્રિકેટ પીચ પર ટકરાય છે, ત્યારે ઉત્સાહ તેની ચરમસીમાએ પહોંચી જાય છે. આ વખતે આ મુકાબલો મહિલા T20 વર્લ્ડ કપ દરમિયાન થશે. ત્યારે આ મેચ ક્યારે અને ક્યાં રમાવાની છે, તેના પર એક નજર કરીએ.
ICC મહિલા T20 વર્લ્ડ કપ ૨૦૨૬ ૧૨ જૂનથી શરૂ થવાનો છે. શરૂઆતના દિવસે ઇંગ્લેન્ડ અને શ્રીલંકાની મહિલા ક્રિકેટ ટીમો એકબીજા સામે ટકરાશે.
ત્યારબાદ એક પછી એક મેચો શરૂ થશે. ભારતીય મહિલા ટીમની વાત કરીએ તો, તેઓ ૧૪ જૂને પ્રથમ વખત મેદાનમાં ઉતરશે. તે દિવસે જ ભારત અને પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે મેચ થશે. આ જ દિવસે બાંગ્લાદેશ અને નેધરલેન્ડ્સ એકબીજા સામે ટકરાશે, ત્યારબાદ સાંજે ૭:૦૦ વાગ્યે ભારત-પાકિસ્તાન મુકાબલો થશે. ૧૪ જૂનને રવિવારના રોજ ઈંગ્લેન્ડના બર્મિંગહામમાં આ મેચ રમાશે.
પાકિસ્તાન સાથેની ટક્કર બાદ ભારતીય મહિલા ટીમનો બીજાે મુકાબલો ૧૭ જૂને નેધરલેન્ડ્સ સામે થશે. ત્યારબાદ ૨૧ જૂને, ભારત દક્ષિણ આફ્રિકાની ટીમનો સામનો કરશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેનો મુકાબલો ૨૫ જૂને યોજાવાનો છે.
ભારતની અંતિમ લીગ મેચ ૨૮ જૂને ઓસ્ટ્રેલિયા સામે થશે. ભારતીય મહિલા ટીમે હજુ સુધી એક પણ T20 વર્લ્ડ કપ ખિતાબ જીત્યો નથી. આ વખતે ટીમ કેવું પ્રદર્શન કરે છે અને તેઓ આગામી રાઉન્ડમાં સ્થાન મેળવવામાં સફળ થાય છે કે કેમ તે જાેવાનું રહેશે.
ICC મહિલા T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. હરમનપ્રીત કૌરને કેપ્ટનશીપની જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે સ્મૃતિ મંધાનાને ટીમની વાઈસ-કેપ્ટન બનાવવામાં આવી છે. ઘણી યુવા અને નવી ખેલાડીઓને પણ ટીમમાં જાેડાવાની તક આપવામાં આવી છે. આશા છે કે ટીમ આ T20 વર્લ્ડ કપમાં તેની અગાઉની મેચોની તુલનામાં વધુ સારું પ્રદર્શન કરશે.
T20 વર્લ્ડ કપ માટે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ : હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), શેફાલી વર્મા, જેમીમા રોડ્રિગ્સ, દીપ્તિ શર્મા, રિચા ઘોષ (વિકેટકીપર), અરુંધતી રેડ્ડી, રેણુકા ઠાકુર, ક્રાંતિ ગૌડ, શ્રી ચારણી, શ્રેયંકા પાટિલ, ભારતી ફુલમાલી, યાસ્તિકા ભાટિયા, નંદિની શર્મા, રાધા યાદવ.





