
અક્ષયે છેલ્લે અનીસ બાઝમી સાથે કેરળમાં શૂટ પૂરું કર્યું.અક્ષય કુમારે વ્યસ્તતામાંથી આરોગ્યના કારણોસર બ્રેક લીધો હોવાની ચર્ચા.એક દિવસ પહેલા જ અક્ષય કુમારે પોતાની આગામી ફેમિલી કોમેડી ફિલ્મનું શીડ્યુલ પૂર્ણ થવાની માહિતી સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
અક્ષય કુમાર ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી વ્યસ્ત સ્ટાર્સમાંનો એક છે. વર્ષ ૨૦૨૬ની પોતાની પ્રથમ હિટ ફિલ્મ ભૂત બંગલા આપ્યા પછી અક્ષયે તરત જ દિગ્દર્શક અનીસ બઝમી સાથેની આગામી એન્ટરટેનર ફિલ્મ પર કામ શરૂ કરી દીધું હતું. જાેકે, હવે અક્ષયે પોતાના સ્વાસ્થ્ય માટે થોડો બ્રેક લીધો છે.આ અંગેના અહેવાલો મુજબ, અક્ષય કુમારે ૬ મેના રોજ મુંબઈમાં આંખોની સર્જરી કરાવી હતી. સર્જરી પછી તે થોડા સમય માટે કામમાંથી બ્રેક લઈને આરામ કરશે. સુત્રોએ જણાવ્યું, “આ દ્રષ્ટિ સુધારવા માટે એક નાની સર્જરી હતી, જે ૬ મે, બુધવારે સવારે કરવામાં આવી હતી. અક્ષય હવે થોડો આરામ કરશે કારણ કે તેણે પોતાની આગામી ફિલ્મનું કેરલમનું શીડ્યુલ પણ પૂર્ણ કરી દીધું છે. આ ફિલ્મમાં વિદ્યા બાલન અને રાશી ખન્ના પણ છે.”એક દિવસ પહેલા જ અક્ષય કુમારે પોતાની આગામી ફેમિલી કોમેડી ફિલ્મનું શીડ્યુલ પૂર્ણ થવાની માહિતી સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તેણે વિદ્યા બાલન અને રાશી ખન્ના સાથેનો ફોટો શેર કરતાં તેમણે લખ્યું, “કેરલમાં શીડ્યુલ પૂર્ણ થયું! સુંદર જગ્યાએ સારા લોકો સાથે કામ કરવાનો અનુભવ અનોખો હોય છે. અમારા ડિરેક્ટર અનીસ બઝ્મી, મારા અદ્ભુત સહ-કલાકારો વિદ્યા બાલન, રાશી, છોટા રાજપાલ અને સમગ્ર ક્રૂનો ખુબ પ્રેમ. આ અનુભવ ખાસ રહ્યો છે.”હાલમાં અનીસ બઝ્મી સાથેની ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે, જેનું નામ હજુ જાહેર થયું નથી. બીજી તરફ અક્ષય કુમાર હવે આગામી ફિલ્મ વેલકમ ટુ જંગલમાં જાેવા મળશે, જેનું દિગ્દર્શન અહેમદ ખાને કર્યું છે. ફિલ્મ ૨૬ જૂન, ૨૦૨૬ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.આ ઉપરાંત તેની પાસે હૈવાન પણ છે, જેમાં સૈફ અલી ખાન પણ તેની સાથે જાેવા મળશે. હાલ સુધી ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી નથી, પરંતુ અનુમાન છે કે તે ૨૦૨૬ના અંત સુધીમાં રિલીઝ થઈ શકે છે. હવે જાેવાનું રહેશે કે અક્ષય કુમારની આ બંને આગામી ફિલ્મો બોક્સ ઓફિસ પર કેવી કમાલ કરે છે.





