
જવાનોને સોંપાઈ ખાસ જવાબદારી ફિલિપાઈન્સમાં સંસદ પરિસરમાં ફાયરિંગની ઘટનાથી નાસભાગ મનીલામાં સીનેટ ભવન પાસે ફાયરિંગ થતા ૧૨થી વધારે રાઉન્ડ ફાયરના અવાડ પડઘાયા હતા ફિલિપાઈન્સની રાજધાની મનીલામાં આવેલા સંસદભવનની બાહર ફાયરિંગ થતા નાસભાગ મચી ગઈ હતી. મનીલામાં સીનેટ ભવન પાસે ફાયરિંગ થતા ૧૨થી વધારે રાઉન્ડ ફાયરના અવાડ પડઘાયા હતા. આ ઘટનાથી સમગ્ર મનીલામાં હડકંપ મચી ગયો છે. મીડિયા રિપોર્ટ અનુસાર સીનેટ પરિસર પાસે ફાયરિંગ થયું હતું. આ ફાયરિંગના પગલે લોકોને સુરક્ષિત સ્થાને ખસી જવા અને જે તે રૂમમાં છૂપાઈને રહેવા માટે સૂચના આપવામાં આવી હતી. સીનેટ અધ્યક્ષ પીટર કાયતાનોએ દાવો કરતા કહ્યું હતું કે, અહીંયા હુમલો થયો છે અને રાષ્ટ્રીય તપાસ એજન્સીના જવાનો પરિસરમાં આવવા પ્રયાસ કરતા હતા. જ્યારે આ અધિકારીઓ આવી રહ્યા હતા એ સમયે ફાયરિંગના અવાજ સંભળાયા હતા. આ અધિકારીઓ જીએસઆઈએસ બિલ્ડિંગ બાજુ દીવાલમાં ડ્રિલિંગ કરતા જાેવા મળ્યા હતા. આ અધિકારીમાંથી જ એક અધિકારીએ કહ્યું કે, અહીંયા ગોળીબાર થઈ રહ્યો છે. અમને ખબર નથી કે, આવું શા માટે થઈ રહ્યું છે. અહીંયા લોકો પોતપોતાના રૂમમાં છૂપાઈને બેસી રહ્યા છે. રિપોર્ટ અનુસાર હાલમાં તો એ સ્પષ્ટ નથી કે, ફાયરિંગ કોને કર્યું અને ઘટનામાં કોઈને ઈજા પહોંચી છે કે નહીં.સુરક્ષાકર્મીઓ અને સૈન્યના જવાનોને સીનેટ ભવનની બાહર તૈનાત કરવામાં આવ્યા છે. પ્રત્યદર્શીએ જણાવ્યું હતું કે, અહીંયા કેટલાક જવાનોને હાથમાં હથિયાર સાથે એન્ટ્રી કરતા જાેયા હતા.જે પરિસર બાજુ જઈ રહ્યા હતા. આ સમગ્ર ઘટનાક્રમ ફિલિપાઈન્સના સીનેટર (સાંસદ) રોનાલ્ડ ડેલા રોજાની ધરપકડના પ્રયાસો વચ્ચે બની રહ્યો છે. ડેલા રોજા પર આઈસીસી દ્વારા માનવતાની વિરૂદ્ધમાં કૃત્ય કર્યાનો આરોપ લાગ્યો છે. એમના પર પૂર્વ રાષ્ટ્રપતિ રોડ્રિંગો દુતેર્તેના ડ્રગ વિરોધી અભિયાન દરમિયાન કથિત હત્યામાં એમનો હાથ હોવાનો પણ આરોપ છે. છેલ્લા કેટલાક સમયથી ડેલા રોઝા સીનેટ પરિસરમાં જ શરણ લઈને બેઠા છે. સીનેટ નેતૃત્વએ એમને પ્રોટેક્ટિવ કસ્ટડી આપી છે. આ માહોલ વચ્ચે હવે ફાયરિંગના તાર કઈ દિશામાં છે અને કોની સાથે સંબંધ ધરાવે છે એની ચર્ચા શરૂ થઈ છે. ડેલા રોઝાએ ફેસબુક પર એક વીડિયો પોસ્ટ કરીને કહ્યું હતું કે, મારી ધરપકડ ગમે ત્યારે થઈ શકે છે. પ્રજાને અપીલ છે કે, તેઓ રસ્તા પર ઊતરે અને ધરપકડને અટકાવે.





