
કિર્તી સુરેશે બૉડી શેમિંગ અને ફિટનેસની સફર વિશે ખુલાસો કર્યાે.“જ્યારે તમે થોડાં ભરાવદાર હો ત્યારે લોકો તમને ફિટ બનવા કહે છે” : કિર્તી સુરેશ.ફિટનેસને પોતાની “સૌથી મોટી શિક્ષક” ગણાવતાં કિર્તીએ વર્ષાે દરમિયાન સ્વાસ્થ્ય પ્રત્યેની પોતાની સમજ કેવી રીતે બદલાઈ તે વિશે જણાવ્યું.નેશનલ એવોર્ડ વિજેતા અભિનેત્રી કિર્તી સુરેશે બૉડી શેમિંગ અંગે સોશિયલ મીડિયા પોસ્ટમાં પોતાની લાંબી અને વ્યક્તિગત ફિટનેસ સફર વિશે વાત કરી છે. તેમાં તેણે બૉડી શેમિંગ, પ્લાસ્ટિક સર્જરી અંગેની અફવાઓ અને સતત બદલાતા સુંદરતાનાં માપદંડોથી થતા દબાણ વિશે ખુલાસો કર્યાે હતો. ફૅન્સ સાથે વિગતવાર પોસ્ટ શેર કરતાં કિર્તીએ જણાવ્યું કે તેણે ક્યારેય જાહેરમાં પોતાની હેલ્થ અને વેલનેસ જર્ની વિશે વાત કરી નહોતી. ફિટનેસને પોતાની “સૌથી મોટી શિક્ષક” ગણાવતાં કિર્તીએ વર્ષાે દરમિયાન સ્વાસ્થ્ય પ્રત્યેની પોતાની સમજ કેવી રીતે બદલાઈ તે વિશે જણાવ્યું છે. તેણે લખ્યું, “હવે આ શેર કરવાનો યોગ્ય સમય છે.. મેં ક્યારેય મારી ફિટનેસ જર્ની વિશે ખાસ વાત કરી નથી. આ મારી સૌથી મોટી શિક્ષક રહી છે. આજે પણ દરરોજ હું મારા શરીર અને પોતાના વિશે કંઈક નવું શીખું છું.”૨૦૧૩માં પોતાની એક્ટિંગ કૅરિઅરની શરૂઆતના દિવસોને યાદ કરતાં તેણે સ્વીકાર્યું કે શરૂઆતમાં તેમને ફિટનેસ વિશે બહુ સમજ નહોતી અને પોતાના શરીરની મૂળભૂત જરૂરિયાતોને અવગણતી હતી. કિર્તીના જણાવ્યા મુજબ, ૨૦૧૮માં મહાનતિ રિલીઝ થયા બાદ પરિસ્થિતિ બદલાઈ અને તેણે ગંભીરતાથી પોતાની હેલ્થ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું.કિર્તીએ જણાવ્યું, “મેં અને કાર્ડિયો સાથે હાઈ-પ્રોટીન અને લો-કાર્બ ડાયેટ શરૂ કરી હતી. ૯ મહિનામાં ૧૦ કિલો વજન ઘટાડ્યું હતું. મને ગર્વ અનુભવાયો, ત્યાં સુધી કે લોકો મને ‘નબળી’ કહેવા લાગ્યાં અને કહેવા લાગ્યાં કે મેં ‘સર્જરી’ કરાવી છે. મેં હંમેશા બધું નેચરલ રાખ્યું છે, મારા ચહેરા સાથે પણ, તેથી આવી વાતો સાંભળીને થોડું દુ:ખ લાગ્યું કારણ કે મારી બધી મહેનતને સર્જરીનું પરિણામ ગણાવવામાં આવતી હતી.” તેણે આગળ જણાવ્યું કે ૨૦૨૦માં તેણે યોગ તરફ વળવાનું શરૂ કર્યું, જેના કારણે તેને શારીરિક અને માનસિક રીતે વધુ સંતુલન મળ્યું. સમય જતાં તેને સ્ટ્રેન્થ ટ્રેનિંગનું મહત્વ પણ સમજાયું અને તેણે યોગ, કાર્ડિયો, એનિમલ ફ્લો અને કેલિસ્થેનિક્સને સાથે રાખીને વધુ સંતુલિત રૂટિન બનાવ્યું.“હવે સ્ટ્રેન્થ ટ્રેનિંગ મારા રૂટિનનો આધાર છે. હું તેને યોગ, એનિમલ ફ્લો, કાર્ડિયો અને કેલિસ્થેનિક્સ સાથે સંતુલિત રાખું છું. સાચું કહું તો, અત્યાર સુધીમાં હું સૌથી સારું અનુભવું છું.” તેની પોસ્ટનો સૌથી વધુ ચર્ચાસ્પદ ભાગ મહિલાઓના શરીર વિશે સમાજની સતત બદલાતી અપેક્ષાઓ અંગેનાં નિવેદનો હતા. “જ્યારે તમે થોડા દિવસ થોડા ભરાવદાર હો ત્યારે લોકો તમને ફિટ બનવા કહે છે અને જ્યારે તમે પાતળા હો ત્યારે તેઓ ફરી તમને ભરાવદાર બનવા કહે છે. ક્યારેક મને સમજાતું નથી કે દુનિયા કેવી રીતે કામ કરે છેપ”





