
મીઠી મીઠી વાતો કરી હોટલમાં બોલાવી કાંડ કરતા આગરા જિલ્લામાં પોલીસે હોમોસેક્સુઅલ ગેંગ પકડી પોલીસે સાઈબર સર્વિલાંસ અને કાઉંટર ઈંટેલિજેંસની મદદથી ૮ લોકોની ધરપકડ કરી લીધી છે ઉત્તર પ્રદેશના આગરા જિલ્લામાં પોલીસે એક ગેંગનો ખુલાસો કર્યો છે, જે હોમોસેક્સુઅલ (ગે) બનીને લોકોને પોતાની જાળમાં ફસાવતા હતા અને પછી તેમને મળવા માટે હોટલમાં બોલાવતા હતા. હોટલમાં બોલાવી તેમને બંધક બનાવતા અને મારપીટ કરી તેમની પાસેથી મોટી વસૂલી કરતા હતા. પોલીસે અલગ અલગ વિસ્તારમાંથી આ ટોળકીના ૮ સભ્યોની ધરપકડ કરી લીધી છે અને તેમના વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરતા જેલમાં મોકલી દીધા છે.
આ મામલો એકતા ઉર તાજગંજ વિસ્તારનો છે. પોલીસને સૂચના મળી હતી કે હોટલમાં બંધક બનાવી છોકરાઓ સાથે વસૂલી થઈ રહી છે, જે બાદ પોલીસે સાઈબર સર્વિલાંસ અને કાઉંટર ઈંટેલિજેંસની મદદથી ૮ લોકોની ધરપકડ કરી લીધી છે. પોલીસ પૂછપરછમાં આ આરોપીઓએ જણાવ્યું કે તે સોશિયલ મીડિયા અને મોબાઈલ એપ દ્વારા લોકોને પોતાની જાળમાં ફસાવતા હતા. હોમોસેક્સુઅલ બની લોકોને પહેલા લલચાવતા હતા, તેમની સાથે ચેટિંગ કરતા હતા અને પછી તેમને મળવા માટે હોટલમાં બોલાવતા હતા.
જેવું આ લોકો હોટલમાં મળવા માટે આવતા તો પહેલા તો હોટલના બીજા રૂમમાં રહેલા તેમના સાથીઓ આવી જતાં અને ફસાયેલા લોકોને બંધક બનાવી લેતા. ત્યાર બાદ અહીંથી વસૂલીનો ખેલ શરુ થતો હતો. છોકરાઓને ડર બતાવીને તેમની પાસેથી વસૂલી કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં અસંખ્ય લોકો સાથે આવી ઘટના બની ચુકી છે અને લાખો રૂપિયાની વસૂલી કરી ચુક્યા છે. હવે પોલીસ ધરપકડ કરેલા આરોપીઓ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરતા જેલમાં મોકલી રહી છે. તેમની ગેંગમાં બીજા કોણ કોણ છે, તેની તપાસ થઈ રહી છે.





