આમ આદમી પાર્ટીના મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષ અને સુરત મનપાના પૂર્વ કોર્પોરેટર પાયલ સાકરીયા, પ્રદેશ સંગઠન મંત્રી મહેશ અણઘણ સહિત આમ આદમી પાર્ટીની ટીમે આજે સુરતના વરાછા વિસ્તારમાં દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ કરી હતી. આ દરમિયાન તેમણે ખૂબ જ મોટી માત્રામાં દેશી દારૂનો જથ્થો પકડ્યો અને પોલીસને ફોન કરીને બોલાવી. આ દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા પાયલ સાકરીયાએ પકડેલી દેશી દારૂની પોટલીઓ બતાવીને કહ્યું હતું કે, આ અમારી સામે પડી છે દારૂની પોટલીઓ અને બાજુમાં શાળા છે અને આ જગ્યા પોલીસ સ્ટેશનની પાછળના ભાગમાં આવેલી છે અને પોલીસે અમને ખૂબ જ પાવર સાથે કહ્યું કે “જાઓ દારૂના અડ્ડા પર” દારૂના અડ્ડાઓ બંધ કરવા માટે કેટલાય સાધુ-સંતો, સામાન્ય લોકો, વક્તાઓ મહેનત કરી રહ્યા છે પરંતુ બીજી બાજુ શાસકોની છત્રછાયા હેઠળ બેફામ દારૂ વેચાય છે. ક્યાંકને ક્યાંક હપ્તાની સિસ્ટમ ચાલુ હશે બાકી કઈ રીતે આ રીતે દારૂ વેચાય શકે? પોલીસમાં તાકાત નથી કે આ દારૂના અડ્ડાઓ બંધ કરાવી શકે. હું ગુજરાતના ગૃહમંત્રીને કહેવા માગું છું કે જો સાત દિવસમાં સુરતમાં બંધ નહીં કરાવો તો આખો મહિલા મોરચો તમામ દારૂઓના અડ્ડા ઉપર રેડ પડશે અને દારૂની કોથળીઓ લઈને તમારા કાર્યાલય પર પહોંચશે. હું પોતે આ દારૂની કોથળીઓ લઈને તમારા કાર્યાલય ખાતે પહોંચીશ. તમારી પાસે જો એડ્રેસ ના હોય તો અમને કહો અમે એડ્રેસ આપીશું પણ તમે સાત દિવસમાં દારૂના અડ્ડાઓ બંધ કરાવો.
https://www.facebook.com/share/v/1BYMxe9hpQ/
વધુમાં આમ આદમી પાર્ટીના નેતા પાયલ સાકરીયાએ જણાવ્યું હતું કે, ગૃહમંત્રી ફાંકા ફોજદારી કરે છે અને પેપરના પાના પર ચડવા માટે અને ઇન્સ્ટાગ્રામ પર વ્યુ, લાઇકસ આવે એટલા માટે રીલ પર રીલ બનાવે છે, શું એમને આટલા બધા દારૂના અડ્ડાઓ નહીં દેખાતા હોય? ગુજરાતમાં જેટલા પણ લોકોને દારૂના અડ્ડાઓ વિશે માહિતી ખબર હોય એ લોકો અમને facebook ના મેસેન્જરમાં મેસેજ કરે અને અડ્ડાઓની માહિતી આપે. આપણે સાથે મળીને દારૂના અડ્ડાઓ બંધ થાય એવો પ્રયાસ કરીશું. કારણ કે જ્યાં સુધી નશો દૂર નહીં થાય ત્યાં સુધી આપણી બેન દીકરીઓ સુરક્ષિત નહીં રહે. ઘણા યુવાનો આ લતમાં બરબાદ થઈ ગયા છે. સુરત ગુનાખોરીના મામલામાં આખા દેશમાં બીજા નંબર પર આવી ગયું છે. હવે રક્ષાબંધન આવે છે તો આપણે તમામ લોકોએ સાથે મળીને આ દૂષણને ખતમ કરવા માટે પ્રયાસ કરવો જોઈએ.
આ જનતા રેડ દરમિયાન AAP પ્રદેશ સંગઠન મંત્રી મહેશ અણઘણે જણાવ્યું હતું કે આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતનો એક એક વ્યક્તિ માને છે કે દારૂના અડ્ડા પોલીસની રહેમના નજર હેઠળ ચાલે છે. આ રાજ્યના ગૃહ મંત્રીએ બે ચાર દિવસ પહેલા પણ એક સ્ટેટમેન્ટ આપ્યું હતું કે, જો કોઈ જગ્યાએ દારૂ મળશે તો ત્યાંના પીઆઇ અને પીએસઆઇને સસ્પેન્ડ કરી દેવામાં આવશે. હવે જોઈએ કે આ વરાછા વિસ્તારમાં જ્યાં જનતા અને આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા રેડ પાડવામાં આવી છે તો હવે એ જોવાનું રહ્યું કે વરાછાના પીઆઈ અને પીએસઆઇને સસ્પેન્ડ કરવામાં આવે છે કે પછી હર્ષ સંઘવીની પોલીસ રેડ પાડનાર લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરે છે અને સાબિત કરે છે કે આ દારૂના અડ્ડા પોલીસની રહેમ નજર હેઠળ ચાલે છે.





