નીરજ ચોપરા ઈજાને કારણે બહાર એશિયન ગેમ્સ ૨૦૨૬ પહેલા ભારતને મોટો ઝટકો તેણે જાહેરાત કરી હતી કે પ્રેક્ટિસ દરમિયાન લિગામેન્ટ ફાટવાને કારણે તે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે એશિયન ગેમ્સ ૨૦૨૬ પહેલા ભારતને મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરા ઈજાને કારણે આ ટુર્નામેન્ટમાં રમશે નહીં. તેણે સોશિયલ મીડિયા દ્વારા જાહેરાત કરી હતી કે પ્રેક્ટિસ દરમિયાન દરમિયાન લિગામેન્ટ ફાટવાને કારણે ટુર્નામેન્ટનમાં રમવાની તેનો આશાઓનો ખરાબ રીતે અંત આવ્યો છે. ૨૯ ઓગસ્ટના રોજ નીરજ ચોપરાએ એક ભાવુક પોસ્ટ શેર કરી.
તેણે કહ્યું કે, ઘણા સમયની સખત મહેનત પછી મને આખરે લાગ્યું કે હું તે લય અને ગતિ મેળવી રહ્યો છું જે હું શોધી રહ્યો હતો. લુઝેનમાં સિઝનનો શ્રેષ્ઠ થ્રો હાંસલ કર્યા પછી મારો આત્મવિશ્વાસ વધી રહ્યો હતો.
કમનસીબે તેના થોડા સમય પછી પ્રેક્ટિસ દરમિયાન મારા પગનું લિગામેન્ટ ફાટી ગયું. ડોકટરો અને મારી ટીમ સાથે સલાહ લીધા પછી અમે ર્નિણય લીધો છે કે હું આ સીઝનની બાકીની સ્પર્ધાઓમાં ભાગ લઈ શકીશ નહીં.
નીરજ ચોપરાએ જણાવ્યું કે તે નિરાશાજનક છે, કારણ કે તેને લાગતું હતું કે તે તેની લય પાછી મેળવવાની નજીક છે. જાે કે, ઉતાર-ચઢાવ એ સફરનો એક ભાગ છે. મારું સંપૂર્ણ ધ્યાન હવે સારી રીતે સ્વસ્થ થવા અને પહેલા કરતાં વધુ મજબૂત બનવા પર છે. તમારા બધાના પ્રેમ અને સમર્થન બદલ હૃદયપૂર્વક આભાર.
લાંબી ઈજાથી બહાર આવ્યા બાદ ૨૮ વર્ષીય નીરજ ચોપરા જૂનમાં દોહા ડાયમંડ લીગમાં એક્શનમાં પાછો ફર્યો, ૮૫.૬૯ મીટરના થ્રો સાથે ચોથા સ્થાને રહ્યો. ત્યારબાદ તેણે ગ્લાસગોમાં ૮૫.૮૩ મીટરના થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યો અને પછી લૌઝેનમાં તેનું સિઝનનું શ્રેષ્ઠ પ્રદર્શન નોંધાવ્યું.





