તોડ્યો ૫૭ વર્ષ જૂનો રેકોર્ડ દુલીપ ટ્રોફીમાં વૈભવ સૂર્યવંશીએ રચ્યો ઇતિહાસ દુલીપ ટ્રોફીમાં અડધી સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી બન્યો : ભૂતપૂર્વ ક્રિકેટર લક્ષ્મણ સિંહના રેકોર્ડને તોડી નાખ્યો વૈભવ સૂર્યવંશી જ્યારે પણ મેદાનમાં ઉતરે છે, ત્યારે તે હંમેશા એક રેકોર્ડ બનાવે છે. ૩૧ ઓગસ્ટના રોજ, સેન્ટ્રલ ઝોન સામે ચાલી રહેલી દુલીપ ટ્રોફી સેમિફાઇનલમાં પૂર્વ ઝોન તરફથી રમતા ૧૫ વર્ષીય ખેલાડીએ ધમાકેદાર અડધી સદી ફટકારી હતી. વૈભવે માત્ર ૪૨ બોલમાં પોતાની અડધી સદી પૂર્ણ કરી હતી.
આ સાથે તેણે ૫૭ વર્ષ જૂનો રેકોર્ડ તોડીને ઇતિહાસ રચ્યો છે, તે દુલીપ ટ્રોફીમાં અડધી સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી બન્યો. તેણે ભૂતપૂર્વ ક્રિકેટર લક્ષ્મણ સિંહના રેકોર્ડને તોડી નાખ્યો, જેમણે ૧૯૬૯માં ૧૬ વર્ષ અને ૨૩ દિવસની ઉંમરે આ સિદ્ધિ મેળવી હતી.
વૈભવ સૂર્યવંશીએ હવે ૧૫ વર્ષ અને ૧૫૭ દિવસની ઉંમરે આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ઉલ્લેખનીય છે કે, આ યાદીમાં પીયૂષ ચાવલાનો પણ સમાવેશ થાય છે, જેણે ૨૦૦૫માં ૧૬ વર્ષ અને ૩૭૦ દિવસની ઉંમરે અડધી સદી ફટકારી હતી.
દુલીપ ટ્રોફીની પહેલી સેમિફાઇનલ રજત પાટીદારની આગેવાની હેઠળની સેન્ટ્રલ ઝોન અને ઇશાન કિશનની ઇસ્ટ ઝોન વચ્ચે રમાઈ રહી છે. મેચના પહેલા દિવસે સેન્ટ્રલ ઝોન ૨૬૬ રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. રિંકુ સિંહ ૫૦ રનનો આંકડો પાર કરનાર એકમાત્ર બેટ્સમેન હતો. તેણે ૬૦ રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી.
ઇસ્ટ ઝોન માટે બેટિંગ કરતા સૂર્યવંશી પ્રથમ ઇનિંગમાં ૮૧ બોલમાં ૯૨ રન બનાવીને આઉટ થયો હતો અને ૮ રનથી સદી ચૂકી ગયો હતો. તેણે પોતાની ઇનિંગ દરમિયાન ૭ ચોગ્ગા અને ૭ છગ્ગા ફટકાર્યા હતા.




