અમ્પાયરોને કરવી પડી દરમિયાનગીરી તિલક વર્મા અને વૈભવ સૂર્યવંશી વચ્ચે બબાલ વૈભવ અને તિલક વર્મા વચ્ચે સ્લેજિંગથી શરૂ થયેલી પરિસ્થિતિ ત્યારે વધુ વણસી જ્યારે તિલકે મુક્કો મારવાનો ઈશારો કર્યો દુલીપ ટ્રોફી ફાઇનલ દરમિયાન પૂર્વ ઝોનના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી અને વિરોધી કેપ્ટન તિલક વર્મા વચ્ચે મેદાન પર જાેરદાર બોલાચાલી થઈ. મજાક અને હળવી સ્લેજિંગથી શરૂ થયેલી વાત અચાનક આક્રમક બની ગઈ. પરિસ્થિતિ એટલી વણસી ગઈ કે બંને ખેલાડીઓને શાંત કરવા માટે અમ્પાયરોને દરમિયાનગીરી કરવી પડી.
આ ઘટના પૂર્વ ઝોનના પ્રથમ દાવની ૧૧મી ઓવર દરમિયાન બની હતી. દક્ષિણ ઝોનનો કેપ્ટન તિલક વર્મા સતત વૈભવ સૂર્યવંશી સાથે વાતચીત કરી રહ્યો હતો અને વાઈસ-કેપ્ટનશીપને લઈને સ્લેજિંગ કરી રહ્યો હતો. તિલકે વૈભવને કહ્યું – “ક્યા યાર, યે વાઈસ-કેપ્ટન”. થોડીવાર પછી સ્લેજિંગ ગરમાગરમીમાં ફેરવાઈ ગઇ. તિલક વર્મા ૧૫ વર્ષના વૈભવ સૂર્યવંશી તરફ ગયો અને મુક્કા મારવાનો સંકેત આપ્યો. પાછળ હટવાને બદલે વૈભવ તરત જ પોતાની જગ્યાએ ઊભો રહ્યો અને તેનો સામનો કર્યો. પરિસ્થિતિ વણસતી જાેઈને અમ્પાયરે દરમિયાનગીરી કરી અને ખેલાડીઓને અલગ કર્યા.
તિલક વર્મા સાથેના ઝઘડા પહેલાં વૈભવ સૂર્યવંશી શાનદાર બેટિંગ ફોર્મમાં હતો. તેણે અભિમન્યુ ઈશ્વરન સાથે મળીને પૂર્વ ઝોનને મજબૂત શરૂઆત અપાવી, પ્રથમ વિકેટ માટે ૧૦૦ રનની ભાગીદારી કરી. વૈભવે માત્ર ૩૭ બોલમાં ૪૪ રનની ઝડપી ઇનિંગ રમી, જેમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. જાેકે, ફાસ્ટ બોલર ચામા મિલિંદે તેને આઉટ કર્યો. વૈભવે શોર્ટ-પિચ બોલ પર મોટો શોટ મારવાનો પ્રયાસ કર્યો, પરંતુ એક્સટ્રા બાઉન્સને કારણે બોલ તેના બેટની ટોચની ધારને અડીને મિડ-વિકેટ તરફ ગયો. તનય ત્યાગરાજન ડીપ સ્ક્વેર લેગથી દોડીને શાનદાર કેચ પકડ્યો.
વૈભવ સૂર્યવંશીની ઇનિંગ ૪૪ રન પર સમાપ્ત થઈ, તેણે રેડ-બોલ ક્રિકેટમાં તેની બેટિંગ કુશળતાનો એક અલગ પાસું દર્શાવ્યું. સેમિફાઇનલમાં ૯૨ અને ૪૦ રનની ઇનિંગ્સ રમ્યા બાદ, તેણે ફાઇનલમાં પણ આક્રમક બેટિંગ કરી. હવે દુલીપ ટ્રોફી પછી વૈભવની નજર ભારતીય ટીમ સાથેની આગામી સિરીઝ પર છે. તે અફઘાનિસ્તાન સામેની ત્રણ મેચની T20 શ્રેણીમાં રમતો જાેવા મળશે. શ્રેણીની પહેલી મેચ ૧૩ સપ્ટેમ્બરે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાનારી છે.




